કોલેજ બૉયની ભૂમિકા ભજવતા મને લાગતો હતો ડરઃ શાહિદ કપૂર

મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક) | Jun 14, 2019, 19:06 IST

શાહિદ કપૂર ફિલ્મ કબીર સિંહમાં કોલેજ જતા યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. શાહિદ કહે છે કે આ ભૂમિકા ભજવતા તેને ડર લાગ્યો હતો.

કોલેજ બૉયની ભૂમિકા ભજવતા મને લાગતો હતો ડરઃ શાહિદ કપૂર
શાહિદે કરી આ કબૂલાત

કબીર સિંહની રિલીઝને થોડા જ દિવસો બાકી રહ્યા છે. શાહિદ કપૂર અને કિયાર અડવાણી ફિલ્મને દરેક રીતે પ્રમોટ કરી રહ્યા છે. બંને આ ફિલ્મમાં પહેલી વાર એકસાથે જોડી જમાવી રહ્યા છે. અને તેમની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. જો તમને યાદ હોય તો છેલ્લે 2003માં શાહિદ કપૂરે કોલેડ બૉયની ભૂમિકા ભજવી હતી. અને તે હતી તેની ડેબ્યૂ ફિલ્મ ઈશ્ક-વિશ્ક. આટલા વર્ષો બાદ હવે ફરી શાહિદ કોલજ બૉયની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મ કબીર સિંહમાં. હવે તો શાહિદ પરણી પણ ગયા છે અને બે બાળકોના પિતા પણ છે.

તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "હું આ ભૂમિકા ભજવતા સમયે ખૂબ જ ડરેલો હતો. મે વિચાર્યું કે મારા નાનો ભાઈ, મારી પત્ની અને મારા બાળકો આ જોશે. તે લોકો કહશે આવું કરવાની શું જરૂર હતી? શું તમે ભૂલી ગયા છો કે તમે 38 વર્ષના છો?"

જો કે શાહિદ કપૂર તેના આ રોલમાં એકદમ યોગ્ય લાગી રહ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મને કપિલ શર્મા શોમાં પ્રમોટ કરતા સમયે કહ્યું હતું કે, ફિલ્મમાં એક સીન છે જેમાં તે ગુસ્સામાં તેની કામવાળીની પાછળ દોડે છે જ્યારે તેનાથી ગ્લાસ તૂટી જાય છે. કપિલે જ્યારે પુછ્યું કે તે ઘરે પણ આવું કરશે? જેના જવાબમાં શાહિદે કહ્યું કે, જ્યારે તેના લગ્ન થયા ત્યારે મીરાએ દિલ્હીથી કામવાળાઓની આખી ફોજ લાવી હતી. અને તે એનાથી એટલા ડરે છે કે જો કદાચ ગ્લાસ તૂટી જાય તો તે જ પોતે સાફ કરી દેશે.

આ પણ વાંચોઃ શાહિદ કપુર અને પત્ની મીરાએ બે વર્ષ જુની સ્ટાર્ટ અપમાં કર્યું મસમોટુ રોકાણ

શાહિદ કપૂર છેલ્લે બત્તી ગુલ મીટર ચાલુમાં જોવા મળ્યા હતા. તેની ફિલ્મ કબીર સિંહ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK