Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રંગૂનમાં કંગના રનૌત સાથેના કિસિંગ સીનને શાહિદ કપૂરે કહ્યું 'કીચડ'

રંગૂનમાં કંગના રનૌત સાથેના કિસિંગ સીનને શાહિદ કપૂરે કહ્યું 'કીચડ'

18 June, 2019 02:00 PM IST |

રંગૂનમાં કંગના રનૌત સાથેના કિસિંગ સીનને શાહિદ કપૂરે કહ્યું 'કીચડ'

રંગુનમાં કંગના રનૌત અને શાહિદ કપૂર સાથેના વચ્ચે કિસિંગ સીન

રંગુનમાં કંગના રનૌત અને શાહિદ કપૂર સાથેના વચ્ચે કિસિંગ સીન


બોલીવૂડ સ્ટાર શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ કબીર સિંહને લઈને વ્યસ્ત ચાલી રહ્યો છે. હાલમાં નેહા ધૂપિયાના શૉમાં પહોચેલા શાહિદ કપૂરે શૉ દરમિયાન ઘણી મસ્તી કરી હતી. શૉ દરમિયાન શાહિદને તેની ફિલ્મ રંગૂનને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેણે શાહિદને આશ્ચર્યમાં મુકી દીધો હતો. શાહિદ કપૂરની ફિલ્મ રંગૂન 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહિદ સાથે કંગના રનૌત સાથે લીડ રોલમાં જોવા મળી હતી.

કંગના સાથેના કિસિંગ સીન વિશે જ્યારે શાહિદે આપ્યો આવો જવાબ



શાહિદ અને કંગનાની ફિલ્મ રંગૂન સિલ્વર સ્ક્રિન પર સુપર ફ્લોપ રહી હતી જો કે ફિલ્મ શાહિદ અને કંગનાનો કિચડમાં કિસિંગ સીન ઘણો ચર્ચામાં આવ્યો હતો. નેહા ધૂપિયાએ શૉ દરમિયાન શાહિદને જ્યારે આ કિચડમાં કિસિંગ સીન વિશે પૂછ્યું ત્યારે પ્રશ્ન સાંભળીને શાહિદ હેરાન થઈ ગયો હતો. શાહિદે કહ્યું હતું કે, આ ઘણો રેન્ડમ પ્રશ્ન છે. ઘણી યાદો તાજા થઈ ગઈ પણ કઈ યાદ નથી આવતું. હું બ્લેન્ક થઈ ગયો છું. જો સીન કિચડમાં હતો તો તે keechad-y હતો. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રંગૂન પછી શાહિદ અને કંગનાના સંબંધો ઘણા ખરાબ થઈ ગયા હતા.


આ પણ વાંચો: રાજ અનડકટઃ પોતાની સ્માઈલ અને સ્ટાઈલથી લોકોનો દિલ જીતી લે છે 'ટપુડો'

કંગનાએ શાહિદને લઇને આપ્યું હતું આવું નિવેદન


કંગના રણોતે એક ઈન્ટરવ્યૂમાં શાહિદ સાથે કામ કરવાને ઘણુ ખરાબ દર્શાવ્યું હતું. ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે, શાહિદ સાથે એક કોટેજમાં રહેવુ એ ખરાબ સપના જેવું છે. આ સ્ટેટમેન્ટ પછી શાહિદ અને કંગનાના સંબંધોમાં તિરાડ પડી હતી. હાલ તો શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ કબીર સિંહને લઈને વ્યસ્ત છે જે 21 જૂને રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહિદ સાથે કિઆરા આડવાણી જોવા મળશે. ફિલ્મ સંદીપ રેડ્ડી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 02:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK