કૅટરિના અને શાહિદના એકસરખા દેખાતા આઉટફિટ્સ પર ફૅન્સે ઉડાવી મજાક

Published: Jun 10, 2019, 08:21 IST | મુંબઈ

કૅટરિના કૈફ અને શાહિદ કપૂરના સૂટ એકસરખા દેખાતાં ફૅન્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે.

શાહિદ કપૂર અને કેટરિના કૈફ
શાહિદ કપૂર અને કેટરિના કૈફ

કૅટરિના કૈફ અને શાહિદ કપૂરના સૂટ એકસરખા દેખાતાં ફૅન્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે. આ બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યા હતા. શાહિદ અને કૅટરિનાએ પહેરેલા લાઇનિંગવાળા કોટ અને પૅન્ટ એકસરખાં જ દેખાઈ રહ્યાં છે. શાહિદના આ ફોટો પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે આ તો કૅટરિના મૅમનો ડ્રેસ છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદે કૅપ્શન આપી હતી કે કૅટરિના કૈફ, આ આઉટફિટ માટે થૅન્ક યુ.

 
 
 
View this post on Instagram

Thanks for the outfit @katrinakaif 😱#kabirsingh

A post shared by Shahid Kapoor (@shahidkapoor) onJun 7, 2019 at 8:50am PDT

 તો સામે રિપ્લાય આપતાં કૅટરિનાએ કમેન્ટ કરી હતી કે હા, ટ્વિનિંગ.

 
 
 
View this post on Instagram

Goa आज press event 🌸

A post shared by Katrina Kaif (@katrinakaif) onJun 7, 2019 at 5:27am PDT


શાહિદ કપૂર આગામી 'કબીર સિંહ' ફિલ્મમાં જોવા મળશે. 'કબીર સિંહ' એક તેલુગુ ફિલ્મની રિમેક છે જેનું નામ છે અર્જુન રેડ્ડી. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, મુરાદ ખેતાની, કૃષ્ણ કુમાર અને અશ્વિન વર્દે છે. આ ફિલ્મ 21 જૂન 2019ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : પતિ નિક જોનાસને આ નામે બોલાવે છે પ્રિયંકા, આ રીતે થયો ખુલાસો

કેટરીના કૈફ અને સલમાન ખાન સ્ટારર 'ભારત' બોક્સ ઓફિસ પર હિટ જઈ રહી છે. રિલીઝ થયાના ચોથા દિવસે જ ફિલ્મ 122.20 કરોડની કમાણી કરી ચૂકી છે. સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત ભારતમાં દિશા પટણી, સુનીલ ગ્રોવર, જૅકી શ્રોફ, નોરા ફતેહી અને સોનાલી કુલકર્ણી છે. આ ફિલ્મમાં સલમાન ખાન પાંચ જુદા જુદા લૂકમાં જોવા મળી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK