આવો હશે શાહિદ કપૂરનો ક્રિકેટર લૂક, મેદાનમાં વહાવી રહ્યો છે પસીનો

Published: Nov 12, 2019, 14:17 IST | Mumbai Desk

પોતાના પાત્રને રિયાલિટી સુધી પહોંચાડવા માટે શાહિદ હવે મેદાનમાં પસીનો વહાવી રહ્યો છે અને ક્રિકેટ રમી રહ્યો છે.

બોલીવુડ એક્ટર શાહિદ કપૂર ફિલ્મ કબીર સિંહમાં ધમાલ મચાવ્યા બાદ હવે ક્રિકેટર બનીને ધૂમ મચાવવા આવી રહ્યો છે. પોતાની અપકમિંગ ફિલ્મ જર્સીમાં ક્રિકેટરનું પાત્ર ભજવતાં શાહિદ કપૂર આ પાત્ર માટે સખત મહેનત કરી રહ્યો છે. પોતાના પાત્રને રિયાલિટી સુધી પહોંચાડવા માટે શાહિદ હવે મેદાનમાં પસીનો વહાવી રહ્યો છે અને ક્રિકેટ રમી રહ્યો છે.

Shahid Kapoor Preparing for upcoming Movie Jersey

શાહિદ કપૂરની કેટલીય તસવીરો સામે આવી છે, જેમાં તે ક્રિકેટના મેદાનમાં પસીનો વહાવતો જોવા મળે છે. સાથે જ શાહિદ પોતાના રોલને વધારે દમદાર બનાવવા માચે ક્રિકેટની કોચિંગ પણ લઈ રહ્યો છે. હાલમાં સામે આવેલી તસવીરોમાં હેલમેટ લગાડીને અને હાથમાં બેટ લઈને ઊભેલો દેખાય છે. આ પહેલા પણ શાહિદ કપૂરના ક્રિકેટ રમતાં એક તસવીર સામે આવી હતી.

 
 
 
View this post on Instagram

#jersey the prep begins.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) onOct 31, 2019 at 10:02pm PDT

આ ફિલ્મ પણ તેલુગૂ ફિલ્મની રીમેક છે. ફિલ્મ કબીર સિંહ પછી બીજી વાર શાહિદ કપૂર રીમેક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મ જર્સી એક તેલુગૂ ફિલ્મની રીમેક છે અને ફિલ્મનું હિન્દી વર્ઝન ગૌતમ તિન્નાનુરી ડાયરેક્ટ કરી રહ્યા છે અને ખાસ વાત એ છે કે તેણે જ ફિલ્મનું તેલુગૂ વર્ઝન બનાવ્યું હતું, ફિલ્મ આવતાં વર્ષે ઑગસ્ટમાં 28 તારીખના રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

પહેલા ખબર આવી હતી કે ફિલ્મમાં શાહિદ કપૂરની અપોઝિટ 23 વર્ષની કન્નડ અભિનેત્રી રશ્મિકા મંદાના દેખાવાની હતી. માનવામાં આવી રહ્યું છે કે મેકર્સ તેમની જગ્યા 'સુપર 30' અને 'બાટલા હાઉસ'માં કામ કરી ચૂકેલી મૃણાલ ઠાકુરને કાસ્ટ કરી શકે છે. રશ્મિકા 'જર્સી'ની રીમેક માટે લગભગ ફાઈનલ થઈ ચૂકી હતા. હવે જોવાનું એ છે કે ફિલ્મ રિલીઝ થયા પછી કબીર સિંહ જેટલું ધમાલ મચાવી શકે છે કે નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK