શાહિદને 26 વર્ષ બાદ શાહરુખની ફિલ્મ 'બાઝીગર' સામે પડ્યો આ વાંધો....

Published: Sep 23, 2019, 19:13 IST | મુંબઈ ડેસ્ક

મેં રિયલ લાઇફમાં પણ એવું જોયું છે જ્યાં કપલ વચ્ચે લડાઇ થાય છે અને ત્રીજા વ્યક્તિનો તેના પર જુદો મત હોય છે.

શાહિદ કપૂરને શાહરૂખની બાઝીગર સામે પડ્યો વાંધો
શાહિદ કપૂરને શાહરૂખની બાઝીગર સામે પડ્યો વાંધો

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ'ની ફિલ્મ રિલીઝને બે મહિના થઈ ગયા છે, પણ 'કબીર સિંહ'ના પાત્રને લઇને પ્રશ્નો હજી પણ શાહિદનો પીછો છોડતાં નથી. તાજેતરમાં જ શાહિદને એક પ્રશ્ન કરવામાં આવ્યો જેના પર શાહિદે કહ્યું, "જો તમને લાગે છે ફિલ્મ એક શૈક્ષણિક સંસ્થા છે જ્યાં તમને શીખવાડવામાં આવે છે કે તમારે શું કરવું જોઇએ અને શું નહીં? તો એ તમારી પસંદગી છે."

"'કબીર સિંહ' એક એડલ્ટ ફિલ્મ છે, જે એડલ્ટ્સ માટે હતી તે ખરાં ખોટાનો તફાવત જાણે છે. શું અમિતાભ બચ્ચન કોઇને ચોરી કરતાં શીખવશે? તમને ખબર હોય છે કે તમે એક ફિલ્મ જોવા જઈ રહ્યા છો અને તે એક ફિક્શન હોય છે.... બરાબર ને? મેં રિયલ લાઇફમાં પણ એવું જોયું છે જ્યાં કપલ વચ્ચે લડાઇ થાય છે અને ત્રીજા વ્યક્તિનો તેના પર જુદો મત હોય છે."

 
 
 
View this post on Instagram

🙏

A post shared by Shahid Kapoor (@shahidkapoor) onJun 26, 2019 at 5:30am PDT

આગળ શાહિદે કહ્યું કે, "ફિલ્મ હતી જ એક અગ્રેસિવ પાત્ર વિશે. પ્રીતિનું પાત્ર ફિલ્મમાં કબીર કરતાં પણ વધુ સ્ટ્રૉન્ગ હતું. કબીર સિંહને પોતાને સંભાળતાં પણ નથી આવડતું, પણ પ્રીતિને મજબૂત બતાવવામાં આવી હતી. દરેક કબીરને પ્રીતિ જેવી છોકરીની જરૂર હોય છે. જ્યારે શાહરૂખ ખાને બાઝીગરમાં શિલ્પા શેટ્ટીને મારી નાખી હતી ત્યારે કોઇએ આ બાબતે પ્રશ્ન કેમ ન ઉપાડ્યો? ક્યારેય કોઇને સંજૂના તે સીનથી વાંધો કેમ ન પડ્યો જ્યારે રણબીર કપૂર, સોનમના ગળામાં કોમોડ સીટ નાખી દે છે. બધાં કબીર સિંહ પાછળ જ કેમ પડ્યા છે?"

આ પણ વાંચો : Leeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે

જણાવીએ કે 'કબીર સિંહ'માં શાહિદ કપૂરે એક અગ્રેસિવ આશિકનું પાત્ર ભજવ્યું હતું. તો પ્રીતિ એકદમ સીધી સાદી છોકરી બની હતી. ફિલ્મમાં શાહિદના પાત્રની ઘણી આલોચના કરવામાં આવી, તે છતાં ફિલ્મે સારી કમાણી કરી હતી. ફિલ્મે 250 કરોડથી વધુનું બિઝનેસ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK