શાહિદ કપૂર કબીર સિંહમાં ભજવી રહ્યા છે પોતાની જાતને બરબાદ કરતું પાત્ર

Published: May 11, 2019, 15:53 IST | મુંબઈ

શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહ રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર આગામી સપ્તાહે રિલીઝ થઈ રહ્યું છે. ત્યારે શાહિદ કપૂર ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે.

શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહ રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર આગામી સપ્તાહે રિલીઝ થઈ રહ્યું છે. ત્યારે શાહિદ કપૂર ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રિમેક છે. જેમાં શાહિદ કપૂર એક ગુસ્સાવાળા ડૉક્ટરનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એક એવા ડોક્ટરની સ્ટોરી છે જે ડ્રગ્સ, કોકેન, સિગરેટ દારુ અને ગુસ્સા વડે પોતાની જાતને બરબાદ કરી રહ્યો છે.

shahid kapoor

આ પાત્ર અંગે વાત કરતા શાહિદ કપૂરે કહ્યું,'આ એક સ્કિઝોફ્રેનિક પાત્ર છે, કારણ કે બંને એકબીજાના વિરોધી છે. જો હું સિંગલ હોત તો આ રોલ માટે હું એકલો રહી જાત, છ મહિના સુધી અંદારામાં રહેત. આવું મેં ઉડતા પંજાબમાં કર્યું હતું. પરંતુ હવે હું મેરિડ છું, એક પુત્રીનો પિતા છું. એટલે માટે ઘરે પરત ફરતા પહેલા મારી જાતને ચેક કરવી પડે છે. જેથી મારી પુત્રી પર નેગેટિવ એનર્જીની અસર ન પડે. હું કબીરની લાગણીઓનો ભાર પેક એક પછી કેરી નથી કરતો.'

વધુમાં શાહિદ કપૂરનું કહેવું છે કે,'આ પાત્ર પોતાની જાતને જબરબાદ કરે છે. એટલે તેના માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ પાત્ર માટે મેં જુદા જુદા ત્રણ શીલાઉટ તૈયાર કરવાના હતા. ફિલ્મ માટે ફિઝિકલ લૂક પણ ચેલેન્જ હતો, સાથે જ મેન્ટલ કંડિશન બતાવવી પણ પડકાર હતો. '

આ પણ વાંચોઃ મમતા સોનીઃ જાણો મૂળ રાજસ્થાની યુવતી કેવી રીતે બની ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી

ફિલ્મ કબીરસિંહમાં શાહિદ કપૂરની સામે કિયારા અડવાણી છે. ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે. તો ભૂષણકુમાર, મુરાદ ખેતાની, ક્રિષનકુમાર અને અશ્વિન વર્ડે ફિલ્મના પ્રોડ્યુસર છે. કબીર સિંઘ 21 જૂને રિલીઝ થઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK