Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહિદ કપુર અને પત્ની મીરાએ 2 વર્ષ જુના સ્ટાર્ટઅપમાં કર્યું મસમોટુ રોકાણ

શાહિદ કપુર અને પત્ની મીરાએ 2 વર્ષ જુના સ્ટાર્ટઅપમાં કર્યું મસમોટુ રોકાણ

13 June, 2019 07:08 PM IST | મુંબઈ

શાહિદ કપુર અને પત્ની મીરાએ 2 વર્ષ જુના સ્ટાર્ટઅપમાં કર્યું મસમોટુ રોકાણ

શાહિદ કપુર અને પત્ની મીરા રાજપુત

શાહિદ કપુર અને પત્ની મીરા રાજપુત


બોલીવુડ અભિનેતા શાહિદ કપુરને લઇને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. શાહિદ કપુર અને પત્ની મીરા રાજપુતે એક ભારતીય સ્ટાર્ટ અપ કે જે 2 વર્ષ જુની કંપની છે તેમાં રોકાણ કર્યું છે. મહત્વની વાત એ છે કે શાહિદે ભારતની યોગા અને વેલનેસ સ્ટાર્ટ અપ કંપનીમાં રોકાણ કર્યું છે. તેમનો સમાવેશ હવે એ સેલિબ્રિટીઓની યાદીમાં થઈ ગયો છે જે લોકોને યોગ આધારિત વેલનેસ અને આધુનિક જીવનશૈલી જીવવા માટે પ્રેરણા આપે છે.

ભારતીય યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપ સારવા (એસએઆરવીએ)માં રોકાણ કર્યું છે. આ સેલિબ્રિટીઓની યાદીમાં જેનિફર લોપેઝ
, એલેક્સ રોડ્રિગેજ અને અન્ય હસ્તી શામેલ છે. એક યોગથી બિઝનેસમેન બનેલા સર્વેશ શશિના વડપણમાં શરૂ થયેલા સ્ટાર્ટઅપ સારવામાં રોકાણ કરનાર સેલિબ્રિટીમાં મલાઇકા અરોરાનો પણ સમાવેશ થાય છે.

આ પણ જુઓ : ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં આ સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ ફોટોઝ

શાહિદ હંમેશા ફિટનેસ અને સ્વાસ્થને લઇને એક્ટિવ રહે છે
શાહિદનો સમાવેશ બોલિવૂડના ફિટ અભિનેતાઓમાં થાય છે અને એના ફિટનેસ રૂટિનથી અનેક લોકોને પ્રેરણા મળે છે. શાહિદની પત્ની મીરા પણ સ્વસ્થ જીવનશૈલી અને ઓર્ગેનિક ખાનપાનની સમર્થક રહી છે.
  શાહિદે હાલમાં નિવેદન આપ્યું છે કે ''હું જ્યારે ટીનેજર હતો ત્યારથી ફિટનેસ અને વેલનેસ સાથેના મારા સંબંધની શરૂઆત થઈ હતી. મને ફિટનેસ અને સ્વસ્થ જીવનના ફાયદા ખબર છે. આ કારણે હું જ્યારે સર્વેશને મળ્યો કે તરત તેની સાથે જોડાવાનું નક્કી કર્યું. હું અને મીરા એવા લોકોનું જીવન સુધારવાની દિશામાં કામ કરવા ઇચ્છીએ છીએ જે તણાવ, ચિંતા, ડિપ્રેશન તેમજ નિંદરને લગતી સમસ્યાથી પરેશાન છે.''


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 07:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK