જાણો એવું તે શું થયું કે શાહિદ કપૂરથી 3 ફૂટ દૂર બેઠી વાઈફ મીરા રાજપૂત

Published: Sep 10, 2019, 19:05 IST | મુંબઈ ડેસ્ક

શાહિદ કપૂરે જણાવ્યું કે પહેલી મુલાકાત દરમિયાન તે 15 મિનિટ પણ વાત નહીં કરી શકે જ્યારે તેણે 7 કલાક વાતો કરી.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત
શાહિદ કપૂર અને મીરા રાજપૂત

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નને 4 વર્ષથી વધુ સમય થયો છે. શાહિદ અને મીરાના બે બાળકો દીકરી મીશા અને દીકરો ઝૈન છે. બન્ને પોતાની લાઇફમાં ખૂબ જ ખુશ છે. તો બન્નેએ શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત સાથે વોગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના અંગત જીવન વિશે પણ કેટલીક વાતો કરી.

આ દરમિયાન શાહિદે મીરા સાથેની પોતાની પહેલી મુલાકાત વિશે પણ જણાવ્યું. પોતાની પહેલી મુલાકાતને લઇને શાહિદ કપૂરે કહ્યું, "જ્યારે તે મીરા રાજપૂતને પહેલી વાર મળ્યો તો 7 કલાક સુધી વાતો કરતો રહ્યો. જો કે તે પહેલા તેને લાગતું હતું કે તે કદાચ 15 મિનિટ પણ મીરા સાથે એક રૂમમાં નહીં બેસી શકે." તો મીરાએ કહ્યું કે તેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ નાતો નથી અને જ્યારે તેની પહેલી વાર મુલાકાત થઈ તો તેમની વાતો ફિલ્મોને લઇને થઈ હતી.

હકીકતે, જે સમયે મીરા રાજપૂતની શાહિદ કપૂર સાથે મુલાકાત થઈ હતી, તે વખતે શાહિદ કપૂર ફિલ્મ ઉડતા પંજાબની શૂટિંગ કરી રહ્યો હતો. શાહિદે આ દરમિયાન એ પણ જણાવ્યું કે આખરે ફિલ્મ ઉડતા પંજાબમાં તેના રોલને લઈને મીરાએ શું રિએક્ટ કર્યું હતું. શાહિદે જણાવ્યું કે, "અમે બન્ને એક સાથે સોફા પર બેઠા હતા અને ઇન્ટરવલની નજીક મીરા કંઇક 5 ફૂટ દૂર બેસી ગઈ હતી. મીરા મને જોઈ રહી હતી અને કહ્યું કે તું આ વ્યક્તિ નથી, હકીકતે. મીરાએ શાહિદને પૂછ્યું કે આવો માણસ તારી અંદર ક્યાંય છે, તો મને કહી દે તો હું હજી પણ તારાથી દૂર જઈ શકું છું."

આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

શાહિદ સાથે લગ્ન પછી મીરા રાજપૂતના ફેશન સ્ટાઇલમાં પણ પરિવર્તન આવ્યું છે. ફેશન સાથે જોડાયેલ પ્રશ્નો વિશે મીરાએ કહ્યું તે તે સ્ટાઇલિંગ મુંબઇમાં જ શીખી છે. તેણે કહ્યું કે લગ્ન પછી જ તેણે પહેલી વાર રિપ્ડ જીન્સ પહેરી હતી. તો મીરાએ આ પણ કહ્યું કે પહેલી મુલાકાતમાં અમને એકબીજાને જાણવાની તક મળી. અમે એકબીજાને ઓળખ્યા. અમે એ ન વિચાર્યું કે બીજા અમારા વિશે શું વિચારે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK