Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શાહરુખ ખાનનો ડિજિટલ ડેબ્યુ, શું નેટફ્લિક્સની વેબસિરીઝમાં દેખાશે ?

શાહરુખ ખાનનો ડિજિટલ ડેબ્યુ, શું નેટફ્લિક્સની વેબસિરીઝમાં દેખાશે ?

23 January, 2020 04:15 PM IST | મુંબઈ

શાહરુખ ખાનનો ડિજિટલ ડેબ્યુ, શું નેટફ્લિક્સની વેબસિરીઝમાં દેખાશે ?

શાહરુખ ખાનનો ડિજિટલ ડેબ્યુ, શું નેટફ્લિક્સની વેબસિરીઝમાં દેખાશે ?


બોલીવુડના બાદશાહ શાહરુખ ખાને ફિલ્મ ઝીરો બાદ બીજી કોઈ ફિલ્મ સાઈન નથી કરી. જેને કારણે શાહરુખ ખાનના ફેન્સ પરેશાન છે. પરંતુ અચાનક જ શાહરુખ ખાન નેટફ્લિક્સ ઈન્ડિયાના એક પ્રોમોમાં દેખાયા છે. આ ફ્રોમો ખુદ નેટફ્લિક્સ ઈન્ડિયાએ શૅર કર્યો છે, જેને જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આ પ્રોમો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો છે.

તાજેતરમાં જ નેટફ્લિક્સ ઈન્ડિયાએ શાહરુખ ખાનના પ્રોમોનો વીડિયો શૅર કર્યો છે, જેમાં સાથે લખવામાં આવ્યું છે કે શાહરુખ હવે ફરી કોલની રાહ જોઈ રહ્યા છે.



આ પ્રોમોમાં દેખાય છે કે શાહરુખ ખાન પાસે ઈન્ટરોગેટરનું કામ આપવા માટે એક ફોન કૉલ છે, જેને સાંભળીને શાહરુખ ઉત્સાહિત થઈ જાય છે અને પોતાના જ વખાણ કરતા કહે છે કે હું તમામ પ્રકારના રોલ કરી શકું છું. અચાનક જ તેમને ક્યાલ આવે છે કે આ કોલ કોઈ ફિલ્મના રોલ માટે નહોતો, જેને જોઈને શાહરુખ ખાન પરેશાન થઈ જાય છે. બાદમાં તેમને કહેવામાં આવે છે કે આ કૉલ ઈન્ટેલિનજન્સ એજન્સી માટે હતો. જો કે શાહરુખ કંઈ સમજે તે પહેલા જ કૉલ કપાઈ જાય છે.



આ પ્રોમો વીડિયોના અંતમાં લખેલું આવે છે કે પિક્ચર અભી બાકી હૈ. સાથે જ કહેવામાં આવ્યું છે કે પ્રોમો અંગે વધુ માહિતી 22 ઓગસ્ટે આપવામાં આવશે. આ વીડિયો જોયા બાદ હવે બધા એ જ વિચારી રહ્યા છે કે શાહરુખ પોતાના ફેન્સ માટે શું નવું લઈને આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ RIP Khayyam: જુઓ લેજન્ડરી કંપોઝરની રૅર તસવીરો

ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી સિરીઝ ધ બાર્ડ ઓફ બ્લડને શાહરુખ ખાનની રેડ ચિલીઝ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ત્યારે શાહરુખ ખાનનો આ પ્રોમો વીડિયો તેમના પ્રોડક્શન હાઉસ અંતર્ગત બનેલી આ વેબસિરીઝ માટે પણ હોઈ શકે છે. આ વેબસિરીઝમાં ઈમરાન હાશ્મી લીડ રોલમાં દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 04:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK