2020માં આવશે શાહરુખ ખાનની આગામી ફિલ્મ, કિંગ ખાને પોતે આપી માહિતી

Published: Nov 03, 2019, 14:23 IST | મુંબઈ ડેસ્ક

શાહરુખે મોસ્ટ અવેઇટેડ પ્રશ્નનો પણ જવાબ આપ્યો, જેને લઈને અનેક કયાસો લગાવવામાં આવ્યા છે.

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને મુંબઇમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. દરમિયાન તેણે મુંબઇમાં આવેલા બાન્દ્રામાં આવેલા એક ઑડિટોરિયમમાં પણ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. અહીં શાહરુખ ખાને પોતાના ચાહકોથી ભરાયેલા ઑડિેટોરિયમમાં કેક કાપ્યું અને ચાહકોના અનેક પ્રશ્નોના જવાબ પણ આપ્યા. દરમિયાન જ શાહરુખે મોસ્ટ અવેઇટેડ પ્રશ્નનો પણ જવાબ આપ્યો, જેને લઈને અનેક કયાસો લગાવવામાં આવ્યા છે.

 
 
 
View this post on Instagram

at St Andrews Cllege Auditorum in Bandra @iamsrk #HBDWorldBiggestMovieStar #HappyBirthdaySRK #srkuniverse #SRKDay #mannat #Mannat

A post shared by King Of World (@king_of_bollywoodsrk) onNov 2, 2019 at 7:24am PDT

હકીકતે, આ સવાલ છે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ક્યારે આવી રહી છે, કારણ કે તે ઘણા સમયથી મોટા પડદા પર જોવા મળ્યો નથી. ટીઓઆઈની એક રિપોર્ટ પ્રમાણે આ સવાલનો જવાબ આપતાં શાહરુખ ખાને જણાવ્યું કે વર્ષ 2020માં તેની એક ફિલ્મ જરૂર આવવાની છે અને ટૂંક સમયમાં જ તે આ ફિલ્મની ઑફિશિયલ જાહેરાત પણ કરશે. જો કે, હજી ફિલ્મના નામને લઈને કોઈ જ માહિતી સામે આવી નથી. જો કે, ફિલ્મના નામને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

Thank you all for making my birthday so special. Love you always...

A post shared by Shah Rukh Khan (@iamsrk) onNov 2, 2019 at 8:01am PDT

આ દરમિયાન પોતાની ફિલ્મોને લઈને શાહરુખે એ પણ જણાવ્યું કે તે ઇચ્છે છે કે ટૂંક સમયમાં જ તેની અનેક ફિલ્મો આવે અને તે ઘણી ફિલ્મો બનાવે. તેણે બર્થડે રિઝોલ્યૂશનને લઈને પણ કહ્યું કે તે ટૂંક સમયમાં જ સારી ફિલ્મો બનાવશે. શાહરુખ ખાને આ દરમિયાન ફિલ્મો સાથે પોતાની પર્સનલ લાઇફ વિશે પણ ઘણી વાતો કરી. આ સેશન સિવાય પણ શાહરુખ ખાન દર વર્ષની જેમ ઘરની બહાર આવીને ચાહકોનો આભાર માન્યો.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

જણાવીએ કે શાહરુખ ખાનનો જન્મદિવસ ભારતમાં જ નહીં વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો. શાહરુખ ખાનના જન્મદિવસે દુબઈમાં સૌથી મોટી બિલ્ડિંગ બુર્જ ખલિફા પર પણ તેને વિશ કરવા માટે ખાસ લાઇટિંગ કરવામાં આવી હતી આ લાઇટિંગ દ્વારા બુર્ઝ ખલીફા પર હેપ્પી બર્થડે શાહરુખ ખાન લખવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK