Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાણો મૅરેજ-ઍનિવર્સરીએ શાહરુખ ખાને કહીં દીધી આ વાત...

જાણો મૅરેજ-ઍનિવર્સરીએ શાહરુખ ખાને કહીં દીધી આ વાત...

26 October, 2019 12:17 PM IST | નવી દિલ્હી

જાણો મૅરેજ-ઍનિવર્સરીએ શાહરુખ ખાને કહીં દીધી આ વાત...

શાહરુખ ખાન અને ગૌરી ખાન

શાહરુખ ખાન અને ગૌરી ખાન


શાહરુખ ખાને ૨૮મી મૅરેજ-ઍનિવર્સરી પર પોતાની લાગણી શૅર કરતાં જણાવ્યું હતું કે એવુ લાગે છે જાણે કે હજી આ ગઈકાલની વાત છે. શાહરુખે ૧૯૯૧ની પચ્ચીસમી ઑક્ટોબરે ગૌરી સાથે લગ્ન કર્યા હતાં. તેમને આર્યન, સુહાના અને અબરામ એમ ૩ બાળકો છે. ગૌરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી કે ‘હંમેશાં સાથે રહીએ. એવુ લાગી રહ્યું છે કે હજી ગઈકાલની જ વાત છે. લગભગ ૩ દાયકા થવા આવ્યા છે અને ૩ બાળકોનાં પેરન્ટ્સ છીએ. એક પરીની કથા જેવુ આ બધુ લાગે છે. જોકે મારો એનાં પર વિશ્વાસ પણ છે. જેટલી સુંદર હોવી જોઈએ એટલી જ સુંદર વાઇફ મને મળી છે.’

હું કદી પણ પોતાની જાતને સ્ટાર નથી માનતો : શાહરુખ ખાન



શાહરુખ ખાને જણાવ્યું હતું કે તે પોતાની જાતને આજ દિન સુધી સ્ટાર નથી ગણતો. શાહરુખે પોતાનાં કરીઅરની શરૂઆત ટેલિવિઝન સિરીયલ ‘ફૌજી’ અને ‘સર્કસ’થી કરી હતી. ત્યાર બાદ ૧૯૯૨માં ‘દિવાના’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મે તેને ખૂબ ખ્યાતિ અપાવી હતી. આ બધુ તેનાં માટે એક સપના સમાન છે એવુ જણાવતા શાહરુખે કહ્યું હતું કે ‘હું શો-ઑફ કરવામાં નથી માનતો, પરંતુ મારા માટે તો ખરેખર સપનુ પૂરુ થવા સમાન છે. હું એક લોઅર-મિડલ ક્લાસ અનાથ છોકરો હતો. ગ્લૅમરનાં શહેરમાં આવીને એક સ્ટાર બન્યો. મારા પર પૂરા વિશ્વએ અપાર પ્રેમ વરસાવ્યો.


આ પણ વાંચો : ફિલ્મ-રિવ્યુ : હાઉસફુલ 4 - બડા બૉમ્બ, છોટા ધમાકા

આ બધુ તો માત્ર સપનામાં જ શક્ય છે. આ વિશે મેં કદી વિચાર્યુ પણ નહોતું. મને હજી પણ આ બધા પર પર વિશ્વાસ નથી બેસતો. મારી જાતને પણ મેં કદી સ્ટાર નથી માન્યો. જોકે ક્યારેક મને એક સ્ટાર જેવુ વર્તન કરવુ પડે છે. જોકે એ મને નથી પસંદ. મારા કામને હું ખૂબ પ્રેમ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 12:17 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK