આવું કરનારા પહેલા ભારતીય બનશે શાહરુખ ખાન !

Published: May 15, 2019, 20:31 IST | મુંબઈ

શાહરુખ ખાન ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર પ્રસારિત થતા અમેરિકન ટેલિવિઝન હોસ્ટ અને કમેડિયન ડેવિડ લેટરમેનના શોમાં દેખાશે. ડેવિડ લેટરમેનના શોનું શૂટિંગ કરવા માટે શાહરુખ ખાન ન્યૂયોર્ક જવા રવાના થઈ ચૂક્યા છે.

બોલીવુના સુપર સ્ટાર શાહરુખ ખાન વધુ એક એવી ઉપલબ્ધિ મેળવવા જઈ રહ્યા છે, જે હજી સુધી કોઈ ભારતીયએ નથી મેળવી. શાહરુખ ખાન ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર પ્રસારિત થતા અમેરિકન ટેલિવિઝન હોસ્ટ અને કમેડિયન ડેવિડ લેટરમેનના શોમાં દેખાશે. ડેવિડ લેટરમેનના શોનું શૂટિંગ કરવા માટે શાહરુખ ખાન ન્યૂયોર્ક જવા રવાના થઈ ચૂક્યા છે.

શાહરુખ ખાને આ શોમાં પોતાની હાજરી અંગે થોડીક માહિતી ટ્વિટર પર શૅર કરી છે. શાહરુખ ખાને ટ્વિટ કરીને લખ્યું,'"Flying into another city that never sleeps... A great idea for someone like me. New York calling."

 

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન આ શોનો ભાગ બનનારા પહેલા ભારતીય છે. આ વાતથી ઉત્સાહિત બાદશાહ ખાનના ફેન્સ સતત સોશિયલ મીડિયાપર પોતાનોી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

શોના હોસ્ટ ડેવિડ લેટરમેન એક અમેરિકન ટેલિવિઝન, હોસ્ટ, કમેડિયન, લેખક અને પ્રોજ્યુસર છે. તેઓ પોતાના કરિયરમાં 33 વર્ષ સુધી લેટ નાઈટ ટેલિવિઝન ટોક શૉ હોસ્ટ કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ સંજય રાવલઃ આ ગુજરાતીએ બદલી છે હજારો લોકોની જિંદગી

ડેવિડ લેટરમેનના આ અત્યંત સક્સેસફુલ શોની પહેલી સિઝનમાં બરાક ઓબામા, જ્યોર્જ ક્લૂની, મલાલા યુસુફઝઈ અને જેરી સીનફેલ્ડ જેવા મહાનુભાવો હાજરી આપી ચૂક્યા છે. હવે ગ્લોબલ આઈકન શાહરુખ ખાનન પણ ગેસ્ટ તરીકે સામેલ થઈ શકે છે.

પ્રશંસકોનો ઉત્સાહ અને સોશિયલ મીડિયા પરની માહિતી પ્રમાણે જો આ વાત સાચી પડશે તો ડેવિડ લેટરમેન સાથે શાહરુખ ખાનનો આ ઈન્ટરવ્યુ નિશ્ચિત પણે ખૂબ જ મનોરંજન હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK