Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે શાહરુખ?

સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે શાહરુખ?

24 October, 2020 06:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે શાહરુખ?

શાહરુખ ખાન

શાહરુખ ખાન


સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળે એવી શક્યતા છે. આ અગાઉ પણ શાહરુખે ‘ડુપ્લિકેટ’ અને ‘ડૉન’માં ડબલ રોલ કર્યો હતો. એટલીની ફિલ્મમાં તે પિતા અને પુત્ર બન્નેની ભૂમિકા ભજવે એવી ચર્ચા છે. ફિલ્મમાં એવું દેખાડવામાં આવશે કે પિતા બનેલો શાહરુખ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનશે, જે પોતાના ગૅન્ગસ્ટર દીકરાની ધરપકડ કરવાના મિશન પર હોય છે. પિતાના રોલ માટે તેને હેવી પ્રોસ્થેટિક મેક-અપ કરવાનો રહેશે. એટલીની ફિલ્મોની ખાસિયત એ છે કે તેની અગાઉની ત્રણ ફિલ્મોમાં લીડ ઍક્ટર્સ ડબલ રોલમાં જોવા મળ્યા હતા. ‘ઝીરો’ બાદ શાહરુખે કોઈ ફિલ્મ સાઇન નથી કરી. જોકે હવે તે એટલીની ફિલ્મ સિવાય ‘પઠાણ’ અને રાજકુમાર હીરાણીની ફિલ્મમાં પણ જોવા મળવાનો છે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2020 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK