મેલબર્નમાં થનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાન બનશે ચીફ ગેસ્ટ

Jun 14, 2019, 11:02 IST

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં થનારા ફિલ્મ ફેસ્ટિવલમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે શાહરુખ ખાનને

મેલબર્નમાં થનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાન બનશે ચીફ ગેસ્ટ
શાહરુખ ખાન

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આયોજિત થનાર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાન ચીફ ગેસ્ટ બનીને જશે. આ ફેસ્ટિવલની શરૂઆત ૮ ઑગસ્ટથી થવાની છે. આ ફેસ્ટિવલની થીમ સાહસ રાખવામાં આવી છે. આ ફેસ્ટિવલ વિશે શાહરુખ ખાને કહ્યું હતું કે ‘આપણી વિશાળ અને વિ‌વિધતાવાળી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું જશન જોશ અને ઉત્સાહ સાથે મનાવવા યોગ્ય છે. આ ફેસ્ટિવલનો પણ એ જ ઉદ્દેશ છે. હું આ ફેસ્ટિવલની થીમ સાહસથી ખૂબ ખુશ થયો છું.

આ પણ વાંચો : ફિલ્મને વધારે સ્ટાર્સ મળવા છતાં પણ ગભરાઈ જાય છે સલમાન ખાન

સાહસ એક એવી ભાવના છે જે એ રાઇટર્સ સાથે કનેક્ટ થાય છે જે ખરા અર્થમાં દુનિયા અને સમાજમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. મેલબર્નમાં ‘ચક દે ઇન્ડિયા’ના શૂટિંગની ઘણી સારી યાદગાર યાદો જોડાયેલી છે. આ વખતે ફરી એક વાર ઇન્ડિયન સિનેમાના જશનને મનાવવા માટે ખૂબ ઉત્સુક છું.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK