Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને ફોન કર્યો છતાં શાહરુખ નહોતો ગયો

સલમાને ફોન કર્યો છતાં શાહરુખ નહોતો ગયો

31 October, 2014 03:36 AM IST |

સલમાને ફોન કર્યો છતાં શાહરુખ નહોતો ગયો

સલમાને ફોન કર્યો છતાં શાહરુખ નહોતો ગયો



shahrukh salman




સલમાને શાહરુખની ફિલ્મ તો પ્રમોટ કરી; પણ એની સાથે તેણે ‘બિગ બૉસ’ના સેટ પર આવવા માટે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને ફારાહ ખાનને આમંત્રણ આપ્યું હતું. એમ છતાં આ ત્રણેયમાંથી કોઈ પણ ‘બિગ બૉસ’ના સેટ પર હાજર નહોતું રહ્યું. પોતાને સલમાન તરફથી ફોન આવ્યો હોવાની વાત શાહરુખે પોતે ‘હૅપી ન્યુ યર’ની રિલીઝ બાદ કરવામાં આવેલા એક સ્પેશ્યલ સૉન્ગનો વિડિયો લૉન્ચ કરવાના પ્રસંગે જણાવી હતી. ‘બિગ બૉસ’નો સેટ શહેરની બહાર હોવાનું કારણ આપીને કિંગ ખાને પછીથી એવી આશા વ્યક્ત કરી હતી કે ‘હૅપી ન્યુ યર’ની રિલીઝના સો દિવસ પૂરા થવાના પ્રસંગે તે ‘બિગ બૉસ’ના સેટ પર જરૂરથી જઈ શકે છે.

હૅપી ન્યુ યરને પ્રમોટ કરવા બદલ શાહરુખે સલમાન ખાનનો આભાર વ્યક્ત કર્યો

શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે સંબંધો ખરેખર સુધર્યા હોવાનો પુરાવો મળી ગયો છે. શાહરુખની હાલમાં રિલીઝ થયેલી ‘હૅપી ન્યુ યર’ને પોતાના રિયલિટી શો ‘બિગ બૉસ’માં પ્રમોટ કરવાનો વાયદો સલમાન ખાને પૂરો કર્યો હતો જેના માટે શાહરુખે તેનો આભાર વ્યક્ત કર્યો છે. કલકત્તામાં પોતાની ફિલ્મ માટે લોકોનો આભાર વ્યક્ત કરવા ગયેલા શાહરુખે આ મુદ્દે જણાવ્યું હતું કે ‘સલમાન ખૂબ દયાળુ વ્યક્તિ છે. મારી ફિલ્મને પ્રમોટ કરવા બદલ હું તેનો આભારી છું. જોકે આ ઘટના સાબિત કરે છે કે જે પ્રકારના ઇશ્યુ અમારી વચ્ચે ચર્ચાય છે એવું કંઈ પણ નથી.’

સલમાને ‘બિગ બૉસ’માં શાહરુખની નકલ કરીને ‘હૅપી ન્યુ યર’ને પ્રમોટ કરી હતી એ સહિત તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પણ શાહરુખની આ ફિલ્મનાં વખાણ કર્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2014 03:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK