શાહરુખ ખાનની 'સ્વદેસ'વાળી કાવેરી અમ્માનું નિધન...

Published: Feb 18, 2020, 21:00 IST | Mumbai Desk

પહેલા બોલીવુડના વેટરન મેકઅપ આર્ટિસ્ટ પંઢરી દાદાના મૃત્યુના સમાચાર આવ્યા, ત્યાર બાદ જાણીતાં બંગાળી એક્ટર તેમજ પૂર્વ સાંસદ તાપસ પાલના નિધનના સમાચાર મળ્યા અને હવે સિનેમા ઘરની વધું એક જાણીતી હસ્તીના નિધનના સમાચાર આવ્યા છે.

મનોરંજન જગત માટે મંગળવારનો દિવસ ખૂબ જ દુઃખદ રહ્યો. એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળ્યા. પહેલા બોલીવુડના વેટરન મેકઅપ આર્ટિસ્ટ પંઢરી દાદાના મૃત્યુના સમાચાર આવ્યા, ત્યાર બાદ જાણીતાં બંગાળી એક્ટર તેમજ પૂર્વ સાંસદ તાપસ પાલના નિધનના સમાચાર મળ્યા અને હવે સિનેમા ઘરની વધું એક જાણીતી હસ્તીના નિધનના સમાચાર આવ્યા છે. બેંગલોરના હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમને ઉંમર સાથે સંબંધિત બીમારીઓની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ કન્નડ એક્ટ્રેસ કિશોરી બલાલ હિન્દી સિનેમાના દર્શકો કિશોરી બલાલને શાહરુખ ખાનની કાવેરી અમ્મા તરીકે ઓળખે છે. આશુતોષ ગોવારિકરની ક્લાસિક ફિલ્મ સ્વદેસમાં કાવેરી અમ્માનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. આશુતોષે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે, 'હ્રદયવિદારક. કિશોરી બલાલજીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. કિશોરીજી, તમે તમારા દયાળુ, અને પ્રેમસભર વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવશો. સ્વદેસમાં તમારી કાવેરી અમ્માવાળી પર્ફોર્મન્સ યાદ કરવામાં આવશે. તમે ખૂબ જ યાદ આવશો.'

કિશોરી બલાલે 1960માં ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી અને ઘણી ભાષાઓની સિનેમાઓમાં કામ કર્યું. હિન્દી સિનેમામાં તેમણે સ્વદેસ સિવાય અય્યા અને લફંગે પરિંદેમાં પણ કામ કર્યું હતું. 2004માં આવેલી સ્વદેસ શાહરુખ ખાનના કરિઅરમાં બહેતરીન ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં કાવેરી અમ્મા સાથેની તેની બૉન્ડિંગ ખૂબ જ જબરજસ્ત હતી.

ફિલ્મમાં શાહરુખ ખાનનું પાત્ર મોહન નાસામાં પ્રૉજેક્ટ મેનેજર બતાવવામાં આવ્યું છે, જે કાવેરી અમ્માને લેવા ઇન્ડિયા આવે છે. કાવેરી અમ્માએ મોહનની બાળપણમાં સારસંભાળ લીધી હતી. ફિલ્મમાં ગાયત્રી જોષીએ ફીમેલ લીડ રોલ ભજવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK