Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દુનિયાના સૌથી મોંઘા ડેનિમ જેકેટમાં દેખાયા શાહરૂખ ખાન, આટલી છે કિંમત

દુનિયાના સૌથી મોંઘા ડેનિમ જેકેટમાં દેખાયા શાહરૂખ ખાન, આટલી છે કિંમત

16 October, 2019 05:41 PM IST | મુંબઈ

દુનિયાના સૌથી મોંઘા ડેનિમ જેકેટમાં દેખાયા શાહરૂખ ખાન, આટલી છે કિંમત

શાહરૂખના આ જેકેટની કિંમત છે લાખોમાં

શાહરૂખના આ જેકેટની કિંમત છે લાખોમાં


બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન આમ તો આજકાલ ફિલ્મો માટે કેટલાક સમયથી તો અંતર બનાવી લીધું છે, પરંતુ તેઓ ગાયબ નથી થયા અને ઘણીવાર મુંબઈમાં કે કોઈ ઈવેન્ટમાં નજર આવે છે. હાલમાં જ શાહરૂખ ખાન એક ઈવેન્ટમાં નજર આવ્યા જેના કારણે તે ખબરોમાં છે.

આ એક્ટર કેટલાક સમય પહેલા પોતાની લેટેસ્ટ વેબ સીરિઝ બાર્ડ ઑફ બ્લડના લૉન્ચમાં નજર આવ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓ હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેઓ પોતાના ટ્રેડમાર્ક કેઝ્યુઅલ કપડામાં પહોંચ્યા હતા. કિંગ ખાને પ્લેઈન વાઈટ ટી-શર્ટ, બ્લેક કાર્ગો, વ્હાઈટ સ્નીકર્સ અને લાઈટ બ્લ્યૂ રંગની ડેનિમ જેકેટ પહેર્યું હતું.

શાહરૂખ આ ખૂબ જ સિમ્પલ લૂકમાં પણ કમાલ દેખાઈ રહ્યા હતા. પરંતુ એક ચીજ વસ્તુ જેણે બધાનું ધ્યાન ખેંચ્યુ હતું તે હતું શાહરૂખ ખાનનું ડેનિમ જેકેટ. શાહરૂખ ખાને આ ઈવેન્ટ દરમિયાન AMIRIનું ફેડેડ ડેનિમ જેકેટ પહેર્યું હતું. આ જેકેટમાં વિન્ટેજ ક્લાલિક કૉલર, ફ્રંટ ઝિપ્ડ પૉકેટ્સ, ફ્રન્ટ બટન ફાસ્ટનિંગ, ફ્રંટ બટન પૉકેટ્સ અને ઝિપ્ટ એલ્બો પેચ છે.

હવે વાત કરીએ કે આ ખૂબ જ મોંઘું જેકેટ અમેરિકાની એક ફેશન બ્રાન્ડ AMIRIનું છે. આ જેકેટની કિંમત 1, 50, 206 એટલે કે લગભગ દોઢ લાખ રૂપિયા છે. આ દુનિયાનું સૌથી મોંઘું ડેનિમ જેકેટ છે. શાહરૂખનો ટેસ્ટ ઘણો રિચ છે એટલે તેમને આ જેકેટ પહેરેલા જોઈને કોઈ હેરાન ન થયું.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....



ફિલ્મોની વાત કરીએ તો શાહરૂખ ખાને લાંબા સમયથી કોઈ નવો પ્રોજેક્ટ સાઈન નથી કર્યું. તેમણે ખુદે જ ફિલ્મોથી કેટલાક સમય માટે બ્રેક લીધો છે. જો કે, એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી બાર્ડ ઑફ બ્લડ નામની એક વેબ સીરિઝને પ્રોડ્યૂસ કરી છે. જેમાં ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 05:41 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK