Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંમહિલા કલાકારો માટે સકારાત્મક બદલાવ આવ્યો છે: શાહરૂખ

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંમહિલા કલાકારો માટે સકારાત્મક બદલાવ આવ્યો છે: શાહરૂખ

08 April, 2019 08:42 AM IST |

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંમહિલા કલાકારો માટે સકારાત્મક બદલાવ આવ્યો છે: શાહરૂખ

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાનનું માનવું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હવે મહિલા કલાકારો માટે સકારાત્મક બદલાવ આવ્યો છે. ફીમેલ ઍક્ટર્સ હવે પરણીને ઘરે બેસવાને બદલે ફિલ્મોમાં ઍક્ટિવ થાય છે એ વિશે શાહરુખે કહ્યું હતું કે ‘મહિલાઓની ભૂમિકા અને વર્ક-પ્લેસ પર મહિલાઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવે છે એ પરિવર્તન ખરેખર સકારાત્મક છે. એક સમય એવો હતો જ્યારે ૧૯૯૦માં હું કામ કરતો હતો ત્યારે જો મહિલાનાં લગ્ન થતાં તો તેને કામ પર પાછા ફરવાની અને ફિલ્મોમાં કામ કરવાની તક મળતી નહોતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. તેનાં લગ્ન બાદ પણ તેને ફિલ્મોમાં કામ કરવાની તક મળે છે, જે ખરેખર સારી બાબત છે. એથી મને લાગે છે કે મહિલા કલાકારો માટે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સકારાત્મક દિશામાં પરિવર્તન આવ્યું છે.’

પાછલા રોલ જેવો જ નેક્સ્ટ રોલ પણ સેક્સી હશે : શાહરુખ ખાન



શાહરુખ ખાને જણાવ્યું હતુ કે તે હવે તેની આગામી ફિલ્મમાં તેની પાછલી ફિલ્મ જેવો જ સેક્સી દેખાવાનો છે. શાહરુખે તેની ફિલ્મ વિશે તો કોઈ માહિતી નથી આપી, પરંતુ એક વાત તો નક્કી જ છે કે તે જલદી જ તેના ફૅન્સ માટે કંઈક નવું લઈને આવશે. આ વિશે શાહરુખે કહ્યું હતું કે ‘મારો નેક્સ્ટ રોલ એટલો જ સેક્સી રહેવાનો છે જેટલો મારી લાસ્ટ ફિલ્મમાં હતો. તમે મને સેક્સી ફાધર, સેક્સી હીરો કે સેક્સી જોવા માગતા હો તો હું એ બનવાનો છું.


આ પણ વાંચો : જબરદસ્ત ધૂમ મચાવી રહ્યા છે જૂના ગીતના આ ન્યૂ વર્ઝન

મારી છેલ્લી ફિલ્મ જેટલી જ મારી આગામી ભૂમિકા પણ સેક્સી રહેવાની છે. હું વિશ્વના અનેક લોકોને મળું છું. તેઓ કહે છે કે મારી ફિલ્મો તેમને ખૂબ ખુશી આપે છે. મારા માટે એ ખૂબ જ પ્રોત્સાહન આપનારું છે. હું લોકોને પર્સનલી ખૂબ ખુશ રાખવા માગું છું અને તેમની લાઇફ પણ બદલવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 08:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK