પોતે મુસ્લિમ છું, પત્ની હિન્દુ અને મારા દીકરા હિન્દુસ્તાન છે : શાહરુખ ખાન

Published: Jan 28, 2020, 12:42 IST | Mumbai

શાહરુખ ખાને તાજેતરમાં જ સૌનાં દિલ જીતી લે એવો જવાબ આપતાં જણાવ્યું હતું કે તેની પત્ની હિન્દુ છે, તે પોતે મુસલમાન છે અને તેમનાં બાળકો હિન્દુસ્તાન છે.

શાહરુખ ખાન પરિવાર સાથે
શાહરુખ ખાન પરિવાર સાથે

શાહરુખ ખાને તાજેતરમાં જ સૌનાં દિલ જીતી લે એવો જવાબ આપતાં જણાવ્યું હતું કે તેની પત્ની હિન્દુ છે, તે પોતે મુસલમાન છે અને તેમનાં બાળકો હિન્દુસ્તાન છે. શાહરુખ હાલમાં જ ‘ડાન્સ +5’નાં શોમાં હાજર રહ્યો હતો. એ શોમાં તેણે આપેલા નિવેદનનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે.

આ પણ જુઓ : Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

એ વિડિયોમાં શાહરુખ કહી રહ્યો છે કે ‘અમારામાં હિન્દુ- મુસલમાન જેવી કોઈ વાત જ નથી. મારી પત્ની હિન્દુ છે, હું મુસલમાન છું અને મારા બાળકો હિન્દુસ્તાન છે. તેઓ જ્યારે સ્કૂલ ગયા ત્યારે ફોર્મમાં રિલીજીયનની કૉલમ ભરવાની હોય છે. એ વખતે મારી દીકરી નાની હતી, તેણે મને પૂછ્યુ હતું કે પાપા આપણે કયા રિલીજીયનનાં છીએ? મેં એ ફોર્મમાં લખ્યું કે અમે ઇન્ડિયન છીએ. એનાંથી વિશેષ કોઈ ધર્મ નથી અને હોવો પણ ન જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK