Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા આ બૉલીવુડ સ્ટાર્સ

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા આ બૉલીવુડ સ્ટાર્સ

03 June, 2019 05:34 PM IST | મુંબઈ

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા આ બૉલીવુડ સ્ટાર્સ

શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને સલમાન ખાન

શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને સલમાન ખાન


આ વર્ષે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી અપારશક્તિ ખુરાના, રવીના ટંડન, મધુર ભંડારકર, અબ્બાસ અને મસ્તાન, આદિત્ય પંચોલી, સોહોલ ખાન, આયુષ શર્મા, અરબાઝ ખાન અને નુસરત ભરૂચાએ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજર રહીને પાર્ટીની શોભા વધારી હતી.

celebrity_02



બાબા સિદ્દીકી દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને ઉર્મિલા માતોંડકર સહિત કેટલાક બૉલીવુડ અને ટેલિવિઝન સ્ટાર્સે ભાગ લીધો હતો. શાહરૂખ ખાને બ્લૂ કલરનો લાંબો કુર્તો અને સફેદ પાયજામો પહેરી ઈફ્તાર પાર્ટીમાં એન્ટ્રી કરી હતી.


celebrity_05

શટરબગ દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરમાં સલમાન ખાન મસ્તી-મજાકના મૂડમાં જોવા મળ્યા હતા અને આ ઈફ્તાર બૅશમાં બાબા સિદ્દીકી અને એમના દીકરા ઝીશાન સાથે પાર્ટીની મજા માણી હતી. કેટરિના કૈફ સફેદ ડ્રેસ પહેરી બાન્દ્રાની 5-સ્ટાર હોટેલમાં ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.


બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી હંમેશા ચર્ચામાં રહે છે અને આ વર્ષે પણ કઈ અલગ નથી. આ મૅગા ઈવેન્ટમાં પ્રખ્યાત હસ્તીઓ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા અને મુંબઈ NCPના અધ્યક્ષ સચિન આહિર સહિત કેટલાક રાજનેતાઓએ ભાગ લીધો હતો.

વર્ષ 2013થી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી ચર્ચિત રહી છે કારણકે આ પાર્ટીના લીધે શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેના મતભેદનો અંત આવ્યો હતો અને બન્નેએ હાથ મિલાવ્યા હતા.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

ટેલિવિઝન સ્ટાર્સની વાત કરીએ તો સંજીદા શેખ પતિ આમિર અલી, કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, કરિશ્મા તન્ના, રશ્મી દેસાઈ, ટીના દત્તા, દર્શન કુમાર સહિત ટેલિવિઝન સ્ટાર્સે પણ આ સમારોહમાં ભાગ લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2019 05:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK