કામયાબ નાની ફિલ્મ છે, પરંતુ દિલ મોટું છે : શાહરુખ ખાન
‘કામયાબ’
શાહરુખ ખાનનું કહેવું છે કે ‘કામયાબ’ એક નાની ફિલ્મ છે, પરંતુ એનું દિલ મોટું છે. આ ફિલ્મની સ્ટોરી કૅરૅક્ટર આર્ટિસ્ટની લાઇફ પર આધારિત છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલ લીડ રોલમાં છે. ફિલ્મને શાહરુખે પ્રેઝન્ટ અને હાર્દિક મહેતાએ ડિરેક્ટ કરી છે. ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મની ટીમ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘એક નાનકડી ફિલ્મ છે, પરંતુ એનું દિલ ખૂબ જ મોટું છે. એમાં દિલ પણ તૂટે છે. આ ફિલ્મ જે જુએ તેમને પસંદ પડે એવી આશા રાખું છું. ટીમને શુભકામના. હવે બસ લાઇફને એન્જૉય કરો. કોઈ અન્ય પર્યાય પણ નથી.