Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન પછી હવે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે આ અભિનેતા કરશે કમબૅક

સલમાન ખાન પછી હવે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે આ અભિનેતા કરશે કમબૅક

07 September, 2019 03:04 PM IST | મુંબઈ ડેસ્ક

સલમાન ખાન પછી હવે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે આ અભિનેતા કરશે કમબૅક

શાહરુખ ખાન, આમિર ખાન

શાહરુખ ખાન, આમિર ખાન


બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનના ચાહકો માટે એક સારા સમાચાર છે, લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી શાહરુખ ખાન પોતાની ધમાકેદાર કમબૅક કરવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન ફિલ્મ 'ભારત'ના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે કામ કરવાના છે.

પિંકવિલાની રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાન ટૂંક સમયમાં જ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની એક્શન ફિલ્મ પર કામ શરૂ કરવાના છે. શાહરુખ ખાન એક લાંબા સમયથી એક્શન ફિલ્મની શોધમાં હતા તે હવે લાગે છે કે તેની શોધ પૂરી થઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન સ્ટારર આ ફિલ્મ વર્ષ 2020ની સારી ફિલ્મ હોઈ શકે છે.



કિંગ ખાન હંમેશાંથી જ અલી અબ્બાસના કામના વખાણ કરતાં આવ્યા છે, તો બીજી તરફ ડાયરેક્ટર પણ હંમેશાં શાહરુખ સાથે કામ કરવા માંગતા હતા. અત્યાર સુધી અલીની આગામી કોઈપણ ફિલ્મની ઑફિશિયલ માહિતી આપવામાં આવી નથી. થોડાંક દિવસ પહેલાં જ ચર્ચા હતી કે શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ સાથે પોતાનું કમબૅક કરવાનો છે, પણ હવે વાત સંપૂર્ણપણે ઠંડી પડી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2020ની શરૂઆતમાં અલી અબ્બાસની ફિલ્મ પર કામ શરૂ કરી દેવામાં આવશે.


આ પણ વાંચો : Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ

જણાવીએ કે છેલ્લે શાહરુખ ખાન ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખાસ પ્રદર્શન નહોતું દર્શાવ્યું પણ શાહરુખ ખાનની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. કેટરીના કેફ, અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રિલીઝ થઈ હતી, જેના પછી અત્યાર સુધી શાહરુખ ખાને કોઇપણ ફિલ્મ સાઇન કરી નથી.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 03:04 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK