સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મ સાથે શાહરુખ કરશે કમબૅક, જુઓ વીડિયો

Published: Oct 24, 2019, 14:37 IST | મુંબઈ ડેસ્ક

શાહરુખ ખાન તેના કમબૅકને લઇને લગભગ નિશ્ચિત માહિતી આપી દીધી છે. જો કે, આ વીડિયો પણ ભૂલથી સામે આવ્યો છે.

ઝીરોની અસફળતા પછી શાહરુખ ખાનના કમબૅકની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાને પણ હજી સુધી કોઇપણ ફિલ્મની ઑફિશિયલ જાહેરાત કરી નથી. પણ, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરુખ ખાન તેના કમબૅકને લઇને લગભગ નિશ્ચિત માહિતી આપી દીધી છે. જો કે, આ વીડિયો પણ ભૂલથી સામે આવ્યો છે.

ઘણાં દિવસોથી એવી ચર્ચા થઈ રહી છે કે શાહરુખ ખાન સાઉથના જાણીતાં ડાયરેક્ટર એટલી કુમારની ફિલ્મ સાથે મોટા પડદા પર કમબૅક કરશે. આ ચર્ચાનો સ્વીકાર કિંગ ખાને પણ નથી કર્યો તેમ જ ન તો એટલી કુમાર તરફથી આ બાબતે કોઇપણ નિવેદન આવ્યું છે. પણ, એક ફંકશનમાં એક અન્ય નિર્દેશક હરિ શંકરે એટલીના વખાણ કરતાં આ વાત લગભગ નિશ્ચિત કરી દીધી છે કે શાહરુખ એટલીની ફિલ્મ સાથે જ કમબૅક કરશે.

આ વીડિયોમાં હરિ શંકર કહે છે- એક લેખક-નિર્દેશકથી વધુ, હું એક ચાહકને નાતે તેની રાહ જોઇ રહ્યો છું. હું નથી જાણતો કે આ કેટલું ઝડપથી થશે. એટલી સર કિંગ ખાન, એસઆરકેને ડાયરેક્ટ કરવાના છે. એસ આર કેનો સૌથી મોટો ચાહક હોવાને નાતે, હું આ જોડીની રાહ જોઇ રહ્યો થું, જેથી હું તે ફંકશનમાં જઈ શકું અને એસ આર કેને મળી શકું. હું કિંગ ખાનનો ઘણો મોટા ચાહક છું. તમારા બધાં કાર્યો માટે શુભેચ્છાઓ.

હરિ શંકરે અઆ બધું એટલીની ફિલ્મ વ્હિસિલની પ્રેસ કૉન્ફરેન્સમાં કહ્યું. એટલીની આગામી ફિલ્મ બિજિલ છે, જે દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિજય લીડ રોલમાં છે અને તેને લઇને ઘણી હાઇપ પણ છે. શાહરુખ ખાને બિજિલનું ટ્રેલર પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો.

એટલી તામિલ સિનેમાના સારા નિર્દેશક છે અને મર્સલ જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે. શાહરુખ ખાનના કમબૅકને લઇને છેલ્લા ઘણાં વખતથી ચર્ચાઓ થઈ રહી છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મથી પણ તેના કમબૅકની ચર્ચા થઈ હતી, પણ કિંગ ખાને પોતે જ ટ્વીટ કરીને બધી જ ચર્ચાઓને ખોટી ગણાવી અને કહ્યું કે જ્યારે કંઇ ફાઇનલ થશે તો તે પોતે શૅર કરશે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો છે. જે 2018માં આવી હતી. આનંદ એલ રૉય નિર્દેશિત ફિલ્મ ફ્લૉપ હતી. જેના પછી કિંગ ખાને પોતાની આગામી ફિલ્મને લઈને કોઇ જ માહિતી આપી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK