Shah Rukh Khan: કોણ છે અસલી શાહરુખ અને કોણ છે નકલી, જાણો અહીં...

Published: Sep 30, 2019, 19:59 IST | મુંબઈ ડેસ્ક

શૅર કરાયેલી તસવીરમાં પણ લોકો સેલ્ફી લેતાં અને ઑટોગ્રાફ લેતાં જ જોવા મળે છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક વર્ષોમાં સેલિબ્રિટી જેવા દેખાતાં અનેક લોકો જોવા મળ્યા છે. કેટલાક લોકોના ચહેરા સ્ટાર સાથે એટલા બધાં મેળખાતાં હોય છે કે ઓળખવું મુશ્કેલ બની જાય છે કે કોણ અસલી છે અને કોણ નકલી. શાહરુખ ખાનના ડુપ્લીકેટ પણ સામે આવ્યા છે, પણ તેમાંથી એવું કોઇ નથી જેને જોઇને ચાહકો માત ખાય. પણ શાહરુખ ખાનના ફેન્સ પેજ પરથી એક વ્યક્તિની તસવીર શૅર થઈ છે, જે આબેહૂબ શાહરૂખ ખાન જેવા લાગે છે. આ વ્યક્તિની હેર સ્ટાઇલ અને અદાઓ પણ કિંગ ખાન જેવી છે.

 
 
 
View this post on Instagram

The amazing resemblance well it is Jordan based photographer #akramaleissawi

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 29, 2019 at 10:48pm PDT

20 વર્ષ પછી આવા જ દેખાશે કિંગ ખાન
એસઆરકેના ઇન્સ્ટા ફેન પેજ પરથી શૅર થયેલી તસવીર જાર્ડનની છે. લોકો તેને શાહરુખ સમજીને તેને થોભાવીને ઑટોગ્રાફ લેવા માંડે છે. શૅર કરાયેલી તસવીરમાં પણ લોકો સેલ્ફી લેતાં અને ઑટોગ્રાફ લેતાં જ જોવા મળે છે. ફેન્સનું કહેવું છે કે શાહરુખ 20 વર્ષ પછી આવા જ દેખાશે. જો કે, આ વ્યક્તિનું કહેવું છે કે તેને હમશક્લ જેવો શબ્દ નથી ગમતો. તો શાહરુખ ખાનની ફિલ્મની વાત કરીએ તો તે ગયા વર્ષે ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૅફ પણ મુખ્ય ભૂમિકામાં હતી.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

ઉલ્લેખનીય છે કે જાણીતી હોલીવુડ ફિલ્મ કિલ બિલની હિન્દી રીમેક બનવા જઈ રહી છે. અહેવાલો પ્રમાણે નિખીલ દ્વિવેદી આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઉમા થુર્માન સ્ટારર આ ફિલ્મને અંજલિ રૂપે નિખિલ દ્વિવેદી અને અનુરાગ કશ્યપ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. 

 
 
 
View this post on Instagram

This gentleman from Jordan gets a lot of stares and attention. But he ain't complaining as he is loving it. 😎✌

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 29, 2019 at 10:32am PDT

અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન જોવા મળી શકે છે. કિલ બિલ ફિલ્મની રીમેકમાં બિલનું પાત્ર શાહરૂખ ખાન ભજવી શકે છે. જેના માટે શાહરૂખ ખાનનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK