આજે કેબીસીમાં જોવા મળશે શાહરુખ અને કૅટરિનાની જબરદસ્ત કેમિસ્ટ્રી

Published: 3rd November, 2012 22:08 IST

આજે સોની ટીવી પર રાત્રે સાડાઆઠ વાગ્યે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર શાહરુખ ખાન અને કૅટરિના કૈફ ૧૩ નવેમ્બરે રિલીઝ થનારી પોતાની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના પ્રમોશન માટેના ખાસ એપિસોડમાં જોવા મળશે.

આ એપિસોડમાં તેઓ એકબીજાની કંપનીમાં બહુ ખુશ લાગતાં અને સતત મજાક-મસ્તી કરતાં દેખાશે. હોસ્ટ અમિતાભ બચ્ચનના આગ્રહને માન આપીને તેમણે હૉટ સીટ પરથી ઊઠીને ફિલ્મના એક રોમૅન્ટિક સૉન્ગ પર ડાન્સ કર્યો હતો જેમાં તેમની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK