ઐશ્વર્યાની મૅનેજરનાં કપડાંમાં લાગેલી આગને ઓલવતાં શાહરુખ દાઝ‍્યો

Published: Oct 31, 2019, 12:47 IST | મુંબઈ

અમિતાભ બચ્ચને આપેલી દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચનની મૅનેજર અર્ચના સદાનંદના લેહંગામાં અચાનક આગ લાગતાં શાહરુખ ખાને આગળ આવી આગ ઓલવી હતી.

શાહરુખ ખાન અને ગૌરી ખાન
શાહરુખ ખાન અને ગૌરી ખાન

અમિતાભ બચ્ચને આપેલી દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચનની મૅનેજર અર્ચના સદાનંદના લેહંગામાં અચાનક આગ લાગતાં શાહરુખ ખાને આગળ આવી આગ ઓલવી હતી. એ દરમ્યાન શાહરુખ પણ દાઝ્યો હતો. આ ઘટના બાદ અર્ચનાને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે પગમાં અને હાથમાં ૧૫ ટકા દાઝી છે.

archana-aish

તેને ઇન્ફેક્શનથી બચાવવા આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પાર્ટીની રાતે અર્ચના તેની દીકરીની સાથે કમ્પાઉન્ડમાં ફરી રહી હતી. એ જ સમયે તેના લેહંગામાં દીવાને કારણે આગ લાગી ગઈ હતી. ત્યાં હાજર લોકોને કંઈ ગતાગમ પડી નહીં. જોકે એ વખતે શાહરુખે સમયસૂચકતા વાપરીને અર્ચનાને આગથી બચાવી હતી.

આ પણ વાંચો : બાલામાં પ્રોસ્થેટિક મેકઅપ બાદ પોતાના દાદા જેવો દેખાતો હતો આયુષ્માન ખુરાના

જૅકેટથી આગ બુઝાવતી વેળાએ શાહરુખ પણ દાઝ્યો હતો. તેનું એક જ લક્ષ હતું કે જેમ બને એમ જલદી આગ ઓલવવામાં આવે. હૉસ્પિટલમાં દાખલ અર્ચનાને કોઈને પણ મળવાની મંજૂરી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK