બોલીવુડના બાદશાહ અને કિંગ ઑફ રોમાન્સ જેવા ખિતાબોથી મશહૂર શાહરૂખ ખાને ટ્વિટર પર એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કિંગ ખાન સૌથી વધુ ફૉલોઅર્સવાળા ભારતીય એક્ટર બની ગયા છે. તેમણે આ રેસમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા લોકપ્રિય સિતારાઓને પાછળ છોડ્યા છે.
શાહરૂખના ટ્વિટર પર 39 મિલિયન એટલે કે 3 કરોડ 90 લાખ ફૉલોઅર્સ થઈ ગયા છે. ટ્વિટર પર કિંગ ખાનથી આગળ કોઈ ભારતીય અભિનેતા નથી. ફેન્સ અને ફેન્સ ક્લબ કિંગ ખાનની આ ઉપલબ્ધિનો જશ્ન મનાવી રહ્યા છે. ટ્વિટર પર હાલ #SRK39Million ટ્રેન્ડ કરી રહ્યા છે. શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર આવનારા સૌથી પહેલા સુપરસ્ટાર્સમાંથી એક છે. શાહરૂખ ખાન ઘણા સક્રિય રહે છે અને ઘણીવાર ચાહકો સાથે ટ્વિટરના માધ્યમથી સંવાદ કરે છે.
ટ્વીટ કરવાના મામલા શાહરૂખ ખાનને કોઈ ચેલેનજ્જ કરી શકે છે તો તે અમિતાભ બચ્ચન છે, જે આ માધ્યમને એક્સપ્લોર કરે છે, અને તે પોતાના ચાહકો સાથે પોતાની પર્સનલ લાઈફ, ફિલ્મોને લઈને મજાકિયા વીડિયો અને જોક્સ પણ શેર કરતા રહે છે.
જો બીજા સેલિબ્રિટીઝની વાત કરીએ તો શાહરૂખ કરીએ તો સૌથી વધુ ફૉલોઅર્સ અમિતાભ બચ્ચન અને સલમાન ખાન છે. અમિતાભ બચ્ચનને જ્યાં 38.8 મિલિયન ફૉલો કરે છે જ્યારે સલમાન ખાનને 38.30 મિલિયન લોકો ફૉલો કરે છે. જ્યારે અક્ષય કુમારને 32.3 મિલિયન ફૉલોઅર્સ છે જ્યારે ઋતિકના 26.5 મિલિયન ફૉલોઅર્સ છે.
આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...
આમિર ખાનના ફૉલોઅર્સની સંખ્યા હજી સુધી 25.2 મિલિયન જ છે. અજય દેવગણ હજુ ઘણા પાછળ છે અને તેમને ફોલૉઅર્સની સંખ્યા 11.4 મિલિયન જ છે. વરૂણ ધવનના 10.9 મિલિયન ફોલૉઅર્સ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના ફોલૉઅર્સ 9.1 મિલિયન છે. નવા-નવા સ્ટાર બનેલા આયુષ્માન ખુરાનાને 5 મિલિયન લોકો ફૉલો કરે છે.
જો ડિરેક્ટર બનીશ તો હું એકલવાયો બની જઈશ : શાહરુખ ખાન
Dec 09, 2019, 11:06 ISTરાજકુમાર હિરાણીની ફિલ્મમાં લાલા અમરનાથ બનશે શાહરુખ?
Dec 05, 2019, 10:08 ISTઅજય ન હોત તો શું શાહરુખ ખાન સાથે લગ્ન કર્યા હોત કાજોલે? જાણો કાજોલનો જવાબ
Nov 27, 2019, 18:54 ISTશાહરુખ ખાનના પ્રૉડક્શન હાઉસ સાથે અભિષેક બચ્ચનનો નવો પ્રૉજેક્ટ...
Nov 25, 2019, 18:35 IST