એવું લાગે છે કે શાહરુખ ખાન ૨૦૧૩ની શરૂઆત કંઈક જુદી જ રીતે કરવા ઇચ્છે છે. એટલે જ તે બધી જ રીતે પોતાની જાતને ડિસિપ્લિન્ડ બનાવવા મથી રહ્યો છે. આજકાલ કિંગ ખાન રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માટે વધુ ફિટ દેખાવા મહેનત કરી રહ્યો છે. સેટ પર આવવામાં પણ તે એકદમ પંક્ચ્યુઅલ બની ગયો છે.
આગામી વર્ષમાં તે પોતાની ઇમેજ ચેન્જ કરવા માગે છે. નવી સ્ક્રિપ્ટ્સ અને નવા ડિરેક્ટરો સાથે કામ કરવા માગે છે. આ બધું પરિવર્તન ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પંચગની પાસે આવેલા વાઈના સેટ પર સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. તેણે ડેઇલી વર્કઆઉટમાં કોઈ અડચણ ન આવે એ માટે સેટ પર પોતાનું જિમ તૈયાર કર્યું છે. તેના પર્સનલ ટ્રેઇનર પ્રશાંત સાવંત સાથે મળીને તેણે જિમ તૈયાર કર્યું છે. શાહરુખ આજકાલ પોતાની હેલ્થ બાબતે ખૂબ સભાન થઈ ગયો છે અને ફિલ્મ માટે એકદમ હિટ ઍન્ડ ફિટ દેખાવા માગે છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોય એટલે એમાં ઍક્શન દૃશ્યો પણ ભરપૂર હોય જ. કેટલાક ઍક્શન સ્ટન્ટ્સ શાહરુખે કદી કર્યા ન હોય એવા છે. તે રાતે ગમેએટલા વાગ્યે શૂટિંગ પતાવીને સૂતો હોય તોપણ વહેલી સવારે ઊઠીને પોતાનું વર્કઆઉટ રૂટીન પૂÊરું કરી લે છે અને સેટ પર સમયસર હાજર થઈ જાય છે. જ્યારથી શૂટિંગ શરૂ થયું છે ત્યારથી તે એક પણ વાર મોડો નથી પડ્યો.
આ બધી મથામણ અને મહેનત પછી હવે તે પોતાની ઉંમર કરતાં યંગ દેખાવા લાગ્યો છે.
Tandav: ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરવા મામલે SC ગંભીર, મેકર્સ રાહતથી વંચિત
27th January, 2021 15:34 ISTદિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક
26th January, 2021 17:51 ISTજઈએ મહાભારતથી મહાન ભારત તરફ
26th January, 2021 15:28 ISTએક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ
26th January, 2021 08:13 IST