આર્યન માને છે કે તેનામાં ઍક્ટર જેવા કોઈ ગુણ નથી : શાહરુખ ખાન

Published: Oct 27, 2019, 11:11 IST

શાહરુખ ખાનનું માનવુ છે કે તેનો દીકરો આર્યન ઍક્ટર નહીં બને. આ વાતનો ખૂલાસો ડૅવિડ લેટરમેનનાં ટૉક -શો ‘ઓન માય નેક્સ્ટ ગેસ્ટ’માં શાહરુખે કર્યો હતો.

આર્યન ખાન
આર્યન ખાન

શાહરુખ ખાનનું માનવુ છે કે તેનો દીકરો આર્યન ઍક્ટર નહીં બને. આ વાતનો ખૂલાસો ડૅવિડ લેટરમેનનાં ટૉક -શો ‘ઓન માય નેક્સ્ટ ગેસ્ટ’માં શાહરુખે કર્યો હતો. આર્યન હાલમાં અમેરિકામાં ફિલ્મ મેકિંગની સ્ટડી કરી રહ્યો છે. આર્યન વિશે જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘આર્યનમાં એક કલાકારમાં હોય એવી વિશેષતા નથી. આ વાતનો અહેસાસ તેને પણ છે. જોકે તે સારો લેખક છે. મને લાગે છે કે ઍક્ટર બનવાની ભાવના અંદરથી આવે છે. એનાં પર તમારે ખૂબ કામ કરવું પડશે. સાથે જ પોતાની અંદરથી એવી કુશળતા શોધવાની હોય જે તમને તમારા કામમાં મદદ કરી શકે અને તમે એને શીખી શકો.

આ પણ વાંચો : શાહરુખ ખાને એક રાત જેલમાં વિતાવી હોવાનો કર્યો ખુલાસો

મને આ વાત તેની પાસેથી જાણવા મળી હતી. તે મારી પાસે આવ્યો અને મને કહ્યું હતું કે મને નથી લાગતું કે હું ઍક્ટિંગ કરી શકું છું. તેની આ વાત મને પ્રેક્ટિકલ અને પ્રામાણિક લાગી હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે હંમેશાં મારી સરખામણી તમારી સાથે કરવામાં આવશે. હું નથી ઇચ્છતો કે મારી સાથે એવુ કંઈ થાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK