Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની 100મી ફિલ્મ છે તાન્હાજી, આ ઉપલબ્ધિ પર શાહરુખે આપી વધામણી

અજય દેવગનની 100મી ફિલ્મ છે તાન્હાજી, આ ઉપલબ્ધિ પર શાહરુખે આપી વધામણી

11 November, 2019 03:34 PM IST | Mumbai Desk

અજય દેવગનની 100મી ફિલ્મ છે તાન્હાજી, આ ઉપલબ્ધિ પર શાહરુખે આપી વધામણી

અજય દેવગનની 100મી ફિલ્મ છે તાન્હાજી, આ ઉપલબ્ધિ પર શાહરુખે આપી વધામણી


અજય દેવગનની આગામી ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર' તેના કરિઅરની 100મી ફિલ્મ છે. અજય દેવગને વર્ષ 1991માં 'ફૂલ ઔર કાંટે' સાથે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. અજય દેવગનની આ ઉપલબ્ધિ પર બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને તેને વધામણી આપી છે. શાહરુખ, અજય દેવગનને પોતાનો ખૂબ જ સરસ ફ્રેન્ડ માને છે અને તેણે અજય દેવગન માટે એક સરસ મેસેજ પણ લખ્યો છે.

શાહરુખ ખાને અજય દેવગનની 100મી ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં લખ્યું, "મિત્ર અજય દેવગનની આગામી વધુ 100 ફિલ્મોની આશા રાખુ છું. એક સાથે બે મોટર સાઇકલ પર સવારી કરી તમે ઘણું અંતર કાપી ચૂક્યા છો. આગળ વધતાં રહો અને તાનાજી ફિલ્મ માટે શુભેચ્છાઓ."




ફિલ્મમાં અજય દેવગન તાનાજીના પાત્રમાં હશે. જણાવીએ કે તાનાજી માલુસરે છત્રપતિ શિવાજીના જનરલ હતા જે મરાઠાઓ માટે મુગલો સાથે લડાઇ કરતાં સિંહગઢના યુદ્ધમાં માર્યા ગયા હતા. તાનાજી કોંડાણાના કિલ્લાને જીત દરમિયાન માર્યા ગયા હતા. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે. ફિલ્મને અજય દેવગન, ભૂષણ કુમાર, અને કૃષ્ણ કુમાર ત્રણે મળીને પ્રૉડ્યૂસ કરી રહ્યા છે.


આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

ફિલ્મ આવતાં વર્ષની શરૂઆતમાં 10 જાન્યુઆરીના રિલીઝ થશે. ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે સૈફ અલી ખાન પણ દેખાસે. બન્નેની સાથે આ ચોથી ફિલ્મ છે. આ પહેલા કચ્ચે ધાગે, એલઓસી અને ઓમકારા જેવી ફિલ્મોમાં બન્ને અભિનેતા સાથે દેખાઇ ચૂક્યા છે. જો કે ઘણાં સમયથી બન્નેની સાથે કોઇ ફિલ્મ આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 03:34 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK