Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખે સોશ્યલ મીડિયા પર વાઇફ ગૌરીને કહી ટાઇમલેસ

શાહરુખે સોશ્યલ મીડિયા પર વાઇફ ગૌરીને કહી ટાઇમલેસ

24 December, 2018 07:59 PM IST |

શાહરુખે સોશ્યલ મીડિયા પર વાઇફ ગૌરીને કહી ટાઇમલેસ

એવોર્ડ ફંક્શનમાં ડાન્સ કરતા શાહરુખ ખાન

એવોર્ડ ફંક્શનમાં ડાન્સ કરતા શાહરુખ ખાન


શાહરુખ ખાને સોશ્યલ મીડિયા પર વાઇફ ગૌરી ખાનની પ્રશંસા કરતાં તેને ટાઇમલેસ ગણાવી હતી. શાહરુખની આ કમેન્ટ્સ પર તો લોકો પણ ભરપૂર લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. શાહરુખ અને ગૌરીએ તાજેતરમાં જ ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સ્ટેજ પર સાથે પફોર્ર્મ કર્યું હતું. આ ડાન્સ-પર્ફોર્મન્સનો ફોટો ગૌરીએ ટ્વિટર પર શૅર કર્યો હતો. આ ફોટો પર ગૌરીએ ટ્વીટ કર્યું હતું કે ‘આટલા દશકો બાદ સ્ટેજ પર પાછી ફરી છું ફાલ્ગુનીપીકૉકના આઉટફિટમાં. તેઓ જાણે છે કે કઈ વસ્તુને કેવી રીતે ડ્રામેટિક અને ટાઇમલેસ બનાવી શકાય છે.’ ગૌરીના આ ફોટોને શાહરુખે પણ શૅર કર્યો હતો અને વાઇફની પ્રશંસા કરતાં ટ્વીટ કર્યું હતું કે તું ટાઇમલેસ છે.

મને બધી જ ફિલ્મો પસંદ નથી પડતી : શાહરુખ ખાન



શાહરુખ ખાનનું કહેવુ છે કે તેને બધી જ ફિલ્મો પસંદ નથી આવતી. શાહરુખ હાલમાં પોતાની ફિલ્મ ‘ઝીરો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મ કોઈ પણ પ્રકારની અસમાનતા નથી દેખાડતી. ફિલ્મ વિશે વધુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘મારી આવનારી ફિલ્મ ‘ઝીરો’ લોકોને સમાનતાની ભાવનાને લઈને સજાગ બનાવશે. ફિલ્મમાં મારું પાત્ર ભલે ઠિંગુજીનું હોય, પરંતુ એ પોતાને કોઈનાથી ઓછો નથી આંકતો. ફિલ્મના ટ્રેલરમાં પણ આ વાત અનુષ્કા કહે છે કે હવે બરાબરી થઈ છે બઉવા. અનુષ્કા પણ બઉવાને એટલા માટે પસંદ કરે છે, કેમ કે તે તેની સાથે નૉર્મલ વાતો કરે છે. વ્હીલ-ચૅર પર બેઠેલી અનુષ્કા સાથે તે નૉર્મલ વર્તન કરે છે, તેને સ્પેશ્યલ ટ્રીટ નથી કરતો. તેના પ્રત્યે દયાની ભાવના પણ નથી દેખાડતો. બઉવા અનુષ્કાને સમાનતાનો દરજ્જો આપીને થોડી ઉદ્ધતાઈથી વાતો પણ કરે છે. આ જ કારણ છે કે અનુષ્કાના પાત્રને આ બરાબરીવાળી ભાવના ગમે છે.


પોતાના પર કરવામાં આવેલી નેગેટિવ કમેન્ટ્સ વિશે શાહરુખે કહ્યું હતું કે ‘દરેક મામલામાં સૌની વિચારધારા અલગ-અલગ હોય છે. બધાને બધી જ વસ્તુ પસંદ પડે એવું નથી. મને પણ બધા લોકો નથી પસંદ. બધી ફિલ્મો પણ મને નથી પસંદ. પરંતુ જ્યારે આ નેગેટિવ વાત પોતાના માટે થાય છે તો એને આપણે પર્સનલ લઈએ છીએ અને વિચારીએ છીએ કે મારી ફિલ્મ લોકોને કેમ ખરાબ લાગી, મારી ફિલ્મ તો બેસ્ટ હતી. એક દિવસ મારા શૂટનો ત્રણથી ૪ કલાકનો સમય બાકી હતો. એ સમયે મેં એક ફિલ્મ જોઈ. ફિલ્મ પૂરી થઈ તો મને લાગ્યું કે આ ખૂબ જ બોરિંગ ફિલ્મ હતી. પૂરો ટાઇમ વેસ્ટ થઈ ગયો. મારા મતે લોકોની નેગેટિવ ફીલિંગ તેમના વ્યક્તિગત વિચારો હોય છે. હું એ તમામ નિંદાઓ અને નેગેટિવ વાતોને ઇગ્નૉર કરું છું. દિવસભર મારા માટે હું જે કંઈ વાતો સાંભળું છું એ વિશે વિચારવા લાગીશ તો કન્ફ્યુઝ થઈને બેહોશ થઈ જઈશ. લોકો જ્યારે તમને પ્રેમ કરતા હોય છે તો તમારા પ્રતિ તેમની લાગણીઓ પણ ખૂબ વધી જાય છે. હું સૌની વાતો સાંભળું છું, ખુશ રહું છું; પરંતુ તેમની વાતો નથી માનતો. હું મારા મનનું ધાર્યું જ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 07:59 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK