શાહરુખ ખાને 13.32 કરોડમાં ખરીદ્યું હતું મન્નત, હવે કિંમત થઈ 200 કરોડ

Published: Jul 21, 2019, 16:50 IST | મુંબઈ ડેસ્ક

શાહરુખ ખાન તાજેતરમાં પોતે ડબ કરેલી ફિલ્મ ધ લાયન કિંગના પ્રચારમાં વ્યસ્ત છે.

મન્નત
મન્નત

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના ઘરનું નામ મન્નત છે અને જ્યારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત ફક્ત 13.32 કરોડ રૂપિયા હતી પણ આજે આ ઘરની કિંમત 200 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ ઘરને ડિઝાઇન શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે, નોંધનીય છે કે ગૌરી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

આ ઘરનું પહેલું નામ વિલા વિએના હતું. આ બંગલાને પહેલા શૂટિંગ માટે ભાડે આપવામાં આવતું હતું અને આ ઘરમાં સની દેઓલની ફિલ્મ નરસિમ્હાનું ક્લાઇમેક્સ પણ શૂટ કરવામાં આવ્યું છે. તેની સાથે જ આ બંગલામાં ગોવિંદાની ફિલ્મ શોલા ઓર શબનમની પણ શૂટિંગ થઈ છે.

શાહરુખ ખાને જ્યારે આ બંગલો ખરીદ્યો ત્યારે તેની કિંમત 13.32 કરોડ રૂપિયા હતી. હવે આ ઘરની કિંમત 200 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ બંગલાનો ઢાંચો 20મી સદીના ગ્રેડ 3 હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે. આ ઘરમાં કુલ પાંચ બેડરૂમ છે. આ સિવાય મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જિમ્નેજિયમ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ આમાં ઉપલબ્ધ છે.

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને પોતાના અનુભવથી આ ઘરને શાનદાર બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. શાહરુખ ખાન હાલમાં પોતે ડબ કરેલી ફિલ્મ ધ લાયન કિંગના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય તેના દીકરા આર્યન ખાને પણ પોતાનો અવાજ આપ્યો છે.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

તાજેતરમાં શાહરુખ ખાને કોઈપણ ફિલ્મ સાઇન નથી કરી અને તે ઘરે જ આરામ કરે છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને ડબ કરેલી ફિલ્મ ધ લાયન કિંગ બૉર્સ ઑફિસ પર રિલીઝ થ ગઈ છે અને જબરજસ્ત કમાણી કરી રહી છે. એટલું જ નહીં કમાણી બાબતે શાહરુખ ખાનની આ ફિલ્મ સુપર 30 અને કબીર સિંહને પણ પાછળ મૂકી રહી છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK