૧૦ વર્ષ પછી જૅકી શ્રોફ અને શાહરુખ ખાનનું પુનર્મિલન
જોકે હવે આ જોડી નજીકના ભવિષ્યમાં સાથે કામ કરવા તૈયાર છે અને તેમને એ માટે તક પણ મળી છે. આ બન્ને સૌથી પહેલાં ‘કિંગ અંકલ’માં સાથે જોવા મળ્યાં હતા અને પછી તેમણે ‘વન ટૂ કા ફોર’ સહિત બીજા કેટલાક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. શાહરુખ અને જૅકી છેલ્લે ‘દેવદાસ’માં જોવા મળ્યાં હતા અને હવે તેઓ ફારાહ ખાનની આગામી ફિલ્મમાં સાથે કામ કરે એવી શક્યતા છે.