શાહરુખ ખાન થયા બેરોજગાર, માન્યું કે હાથમાં નથી કોઈ કામ

Published: Jun 23, 2019, 17:35 IST | મુંબઈ

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને માન્યું છે કે હાલમાં તેઓ બેરોજગાર છે. શાહરુખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમની પાસે હાલમાં કોઈ ફિલ્મ નથી. એટલું જ નહીં તે હાલ કોઈ અન્ય ફિલ્મ પર કામ પણ નથી કરી રહ્યા.

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને માન્યું છે કે હાલમાં તેઓ બેરોજગાર છે. શાહરુખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમની પાસે હાલમાં કોઈ ફિલ્મ નથી. એટલું જ નહીં તે હાલ કોઈ અન્ય ફિલ્મ પર કામ પણ નથી કરી રહ્યા. શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો હતી, જે બોક્સ ઓફિસ પર જબરજસ્ત ફ્લોપ સાબિત થઈ હતી.

શાહરુખે કર્યો સ્વીકાર

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન પાસે ઘણી ફિલ્મોની ઓફર છે, પરંતુ તેમણે હાલ કોઈ પણ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. એવી પણ ચર્ચા હતી કે શાહરુખ ખાન ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે કોઈ રોમેન્ટિક ફિલ્મ કરી રહ્યા છે. તો એવા પણ અહેવાલ હતા કે સત્તે પે સત્તાની રિમેક માટે ફરાહ ખાને શાહરુખ ખાનને એપ્રોચ કર્યો છે. પરંતુ એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાને સ્વીકાર્યું છે કે તેમની પાસે હાલ કોઈ ફિલ્મ નથી અને ન તો તે કોઈ ફિલ્મ માટે કોઈની સાથે વાત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ જુઓ બિગ-બોસ 12ની કન્ટેસ્ટન્ટ નેહા પેંડસેની કાતિલ અદા

નથી કરવી ફિલ્મ

ઉલ્લેખનીય છે કે હંમેશા કોઈ એક્ટરની કોઈ ફિલ્મ રિલીઝ થાય, ત્યાર બાદ તે આગામી ફિલ્મનીતૈયારી કરતા હોય છે, પરંતુ શાહરુખ ખાન સાથે હાલ પરિસ્થિતિ જુદી છે. શાહરુખ ખાન પોતાની જાતને આમ નથી કરવા દઈ રહ્યા. તેમને લાગી રહ્યું છે કે તેમણે કેટલોક સમય આમ જ પસાર કરવો જોઈએ. શાહરુખનું કહેવું છે કે તેમને ફિલ્મો જોવી છે, વાર્તાઓ સાંભળવી છે, વાંચવું છે. આ ઉપરાંત તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા ઈચ્છી રહ્યા છે. એટલે જ શાહરુખ ખાન કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK