પિતા કૈફી આઝમીને ટ્રિબ્યુટ આપશે શબાના આઝમી

Published: 30th July, 2020 23:47 IST | Agencies | Mumbai Desk

પિતા-પુત્રીનું બૉન્ડિંગ દર્શાવતી ‘મી રક્સમ’માં નસીરુદ્દીન શાહ મહત્ત્વના રોલમાં

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીએ ‘મી રક્સમ’ ફિલ્મથી પોતાના પિતા અને જાણીતા ઉર્દૂ શાયર કૈફી આઝમીને ટ્રિબ્યુટ આપી છે. આ ફિલ્મ ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર ૨૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. શબાના આઝમી આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યાં છે અને તેમના ભાઈ સૈયદ બાબા આઝમીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. બાબા આઝમી ‘બેટા’, ‘તેઝાબ’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘પુકાર’ જેવી ફિલ્મોના સિનેમૅટોગ્રાફર રહી ચૂક્યા છે.
‘મી રક્સમ’ પિતા-પુત્રીના સંબંધ એટલે કે શબાના આઝમી અને કૈફી આઝમીના જીવનથી પ્રેરિત છે. નાના ગામડામાં રહેતી અને ડાન્સર બનવા માગતી દીકરીનાં સપનાં પૂરાં કરવા માટે સમાજ સાથે લડતા પિતાની વાર્તા અહીં રજૂ થઈ છે. ફિલ્મમાં દાનિશ હુસેન અને અદિતિ સુબેદી પિતા-પુત્રીના રોલમાં છે અને નસીરુદ્દીન શાહ કમ્યુનિટી લીડર તરીકે જોવા મળશે. શબાના આઝમીનું કહેવું છે કે ‘આ ફિલ્મ હું મારા પિતાને અર્પણ કરું છું જેઓ ભારતના સંયુક્ત સમાજના પથદર્શકોમાંના એક છે. આ ફિલ્મ અંધકારભર્યા જગતમાં એક આશાનું કિરણ છે અને પિતા-પુત્રીની બૉન્ડિંગને સેલિબ્રેટ કરે છે.’ ખાસ કરીને શબાના દ્વારા અપાનારી આ ટ્રિબ્યુટની લોકોને ઇંતેજારી રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK