મહામારીના દોર વચ્ચે શૂટિંગ શરૂ કરવાનું વિચિત્ર લાગી રહ્યું છે શબાનાને
શબાના આઝમી
શબાના આઝમીનું કહેવું છે કે કોરોના વાઇરસના કેર વચ્ચે શૂટિંગ કરવું થોડું અજીબ લાગી રહ્યું છે. તેઓ નિખિલ અડવાણીની ‘વેરી સ્ટ્રેન્જ’માં કામ કરી રહ્યાં છે. શૂટિંગના અનુભવ વિશે શબાના આઝમીએ કહ્યું હતું કે ‘હું હાલમાં ઍમેઝૉનની વેબ-સિરીઝ માટે નિખિલ અડવાણી સાથે કામ કરી રહી છું. અમે હાલમાં એનું શૂટિંગ શરૂ કર્યું છે. આ બધું ખરેખર ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે, કારણ કે આ ઐતિહાસિક છે અને બધા જ પીપીઈ કિટ્સમાં જોવા મળી રહ્યા છે. આ સિરીઝમાં ઇતિહાસનાં પાનાંની પણ એક ઝલક દેખાડવામાં આવશે.’