મિશન મંગલનું શાબાશિયાં ગીત રિલીઝ, જીતી લેશે તમારું દિલ

Published: Aug 14, 2019, 12:46 IST | મુંબઈ

મિશન મંગલનું ગીત શાબાશિયાં રિલીઝ થયું છે. ફિલ્મનું આ ગીત તમારું દિલ જીતી લેશે.

મિશન મંગલનું શાબાશિયાં ગીત રિલીઝ, જીતી લેશે તમારું દિલ
મિશન મંગલનું શાબાશિયાં ગીત રિલીઝ, જીતી લેશે તમારું દિલ

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગળ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝના એક દિવસ પહેલા પણ ફિલ્મના ગીત અને ટ્રેલર રીલિઝ કરવામાં આવી રહ્યા છે. બે ટ્રેલર અને ગીત બાદ ફિલ્મનું વધુ એક ગીત શાબાશિયાં રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર હિટ થઈ ગયું છે અને લોકો તને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.


ગીતમાં અક્ષય કુમાર પોતાની મહિલા વૈજ્ઞાનિકોની ટીમ સાથે નજર આવી રહ્યા છે અને તેમના મિશનની પૂરી જર્નીની સફળતા વિશે જણાવવામાં આવ્યું છે. ગીતને અમિત ત્રિવેદીએ કંપોઝ કર્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે. ગીતમાં શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવ જેવા સિંગર્સની અવાજ છે.


મંગળવારે રીલિઝ થયે.લા આ ગીતને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યું છે. અને હજારો લોકોએ તેને પસંદ કર્યું છે. આ પહેલા હાલમાં જ ફિલ્મનું ગીત અને બીજું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. પહેલું ટ્રેલર 18 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ અક્ષય કુમાર અને તેની ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ પણ જુઓઃ જુઓ કેઝ્યુઅલ અને કૂલ અવતારમાં રાધિકા મર્ચન્ટના ફોટોસ

તમને જણાવી દઈએ કે મિશન મંગલ, દેશના પહેલા મંગળયાનના લૉન્ચની કહાની છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વૈજ્ઞાનિકોએ તમામ અંગત મુશ્કેલીઓની સામે લડતા લડતા મંગળયાન જેવા મહત્વાકાંક્ષી મિશનને પૂર્ણ કર્યું. સખત મહેનત અને ટીમ વર્કના માધ્યમથી લક્ષ્યને મેળવ્યું. આ ફિલ્મમાં અક્ષય મિશનના હેડ સાઈંટિસ્ટના રોલમાં નજર આવશે.


Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK