Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદાએ સર્વિસ ટૅક્સના ૭૦ લાખ રૂપિયા ભર્યા નથી

ગોવિંદાએ સર્વિસ ટૅક્સના ૭૦ લાખ રૂપિયા ભર્યા નથી

25 March, 2017 04:48 AM IST |

ગોવિંદાએ સર્વિસ ટૅક્સના ૭૦ લાખ રૂપિયા ભર્યા નથી

ગોવિંદાએ સર્વિસ ટૅક્સના ૭૦ લાખ રૂપિયા ભર્યા નથી


govinda

ગોવિંદા ગઈ કાલે જુહુની સર્વિસ ટૅક્સ ઑફિસમાં હાજર થયો હતો અને અધિકારીઓને પોતે થોડા દિવસોમાં આ ટૅક્સ ભરી દેશે એવી બાંયધરી આપી હતી એવી માહિતી સર્વિસ ટૅક્સ વિભાગના અધિકારીઓએ આપી હતી.

જોકે ગોવિંદાએ એ વિશે ફોન-કૉïલ્સ ïઅથવા ટેક્સ્ટ મેસેજના જવાબ આપવાનું ટાળ્યું હતું.

સર્વિસ ટૅક્સ અધિકારીઓએ જણાવ્યા મુજબ ગોવિંદાની છેલ્લાં ત્રણ વર્ષની બૅલૅન્સશીટ જોતાં તે પ્રોડક્ટ્સ ઍન્ડોર્સ કરીને ટીવીની જાહેરખબરોમાં અથવા ફિલ્મોમાં કામ કરીને પાંચ કરોડ રૂપિયા કમાયો છે એથી તેણે લગભગ ૭૦ લાખ રૂપિયાનો સર્વિસ-ટૅક્સ ભરવાનો હતો. સર્વિસ ટૅક્સ વિભાગે ગોવિંદાને જાણ કરી હતી છતાં ગોવિંદાએ સર્વિસ ટૅક્સ નહોતો ભર્યો. ગયા અઠવાડિયે સર્વિસ ટૅક્સ વિભાગે ગોવિંદાને સમન્સ મોકલ્યા છતાં તે હાજર થયો નહોતો એટલે તેનું નિવેદન નોંધવા સર્વિસ ટૅક્સના અધિકારીઓ તેના ઘરે ગયા હતા. જોકે ગોવિંદા ત્યાં પણ તેમને નહોતો મળ્યો એટલે અધિકારીઓએ આખરે તેની ઑફિસમાં જઈને ટૅક્સ ડિપોર્ટમેન્ટની ઑફિસમાં હાજર થવાની સૂચના આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2017 04:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK