Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મના સેટ પર કચરાને અલગ પાડવાથી દુનિયાને વધુ સારી બનાવી શકાય: અનુષ્કા

ફિલ્મના સેટ પર કચરાને અલગ પાડવાથી દુનિયાને વધુ સારી બનાવી શકાય: અનુષ્કા

06 February, 2021 02:56 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ફિલ્મના સેટ પર કચરાને અલગ પાડવાથી દુનિયાને વધુ સારી બનાવી શકાય: અનુષ્કા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


અનુષ્કા શર્માનું કહેવું છે કે ફિલ્મના સેટ પર વિવિધ કચરાને અલગ પાડવાથી દુનિયામાં બદલાવ લાવી શકાય છે. થોડા સમય પહેલાં જ કરણ જોહરની ફિલ્મ ગોવામાં કચરો ગમે ત્યાં નાખવાને કારણે ચર્ચામાં આવી હતી. જોકે હવે અનુષ્કાએ તેના પ્રોડક્શન હેઠળ બનનારી ફિલ્મ અથવા તો શોના સેટ પર કચરાને યોગ્ય જગ્યાએ નાખવાની સાથે વિવિધ કચરાને વિભાજિત કરીને નાખવાની યોજના બનાવી છે. તે પહેલી એવી પ્રોડ્યુસર છે જેણે ફિલ્મના સેટ પર આવું પગલું ઉપાડ્યું છે. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ભીનો કચરો અને સૂકો કચરો એમ બે પ્રકારના કચરાનું વિભાજન કરવાનો આદેશ હતો. જોકે હવે અનુષ્કા તેના પ્રોડક્શન ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ના સેટ પર પણ એનો અમલ કરશે. આ વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘ફિલ્મના શૂટ પર કચરાના વિભાજનથી દુનિયાને વધુ સારી બનાવી શકાય છે અને મને ખુશી છે કે અમે અમારા પ્રોડક્શન હાઉસ દ્વારા સેટ પર એનો અમલ કરી રહ્યા છીએ. પર્યાવરણનો બચાવ કરવો હાલમાં ખૂબ જ જરૂરી છે અને અમારી ઇન્ડસ્ટ્રી એમાં શક્ય એટલું યોગદાન અને લોકોને જાગરૂક કરી રહી છે. અમે ઘણા સમયથી કચરાનું વિભાજન કરવાનું વિચારી રહ્યા હતા અને અમને ખુશી છે કે કોરોનાના સમયમાં પણ અમે એનો અમલ કરી રહ્યા છીએ.’

અનુષ્કાનો ભાઈ કર્ણેશ પણ આ પ્રોડક્શન હાઉસમાં પાર્ટનર છે. આ વિશે કર્ણેશે કહ્યું હતું કે ‘અનુષ્કાએ અને મેં આ પ્રોડક્શન હાઉસ એક બદલાવ લાવવા માટે શરૂ કર્યું હતું. ફિલ્મના સેટ પર વેસ્ટ ઓછો થાય એ માટે અમે હંમેશાં ધ્યાન આપ્યું છે. એ કચરાનું વિભાજન કરવું હવે જરૂરી બની ગયું છે અને એથી જ અમે એ માટેનાં જરૂરી પગલાં લીધાં છે. આપણે આવા નાના સ્ટેપ દ્વારા ખૂબ જ મોટું અને પૉઝિટિવ ઉદાહરણ પૂરું પાડી શકીએ છીએ. પર્યા‍વરણ માટે અમારાથી શક્ય બનતું ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા અમે કરી રહ્યા છીએ. એક ઇન્ડસ્ટ્રી તરીકે અમે હંમેશાં સારા બનવાની કોશિશ કરી રહ્યા છીએ અને મને ખાતરી છે કે આગામી દિવસોમાં આ એક નિયમ બની જશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 02:56 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK