Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડની જેમ સાઉથના સ્ટાર્સના મોદી સાથે સેલ્ફી ન લેવા પર ઉઠ્યા સવાલ

બૉલીવુડની જેમ સાઉથના સ્ટાર્સના મોદી સાથે સેલ્ફી ન લેવા પર ઉઠ્યા સવાલ

05 November, 2019 02:09 PM IST | Mumbai

બૉલીવુડની જેમ સાઉથના સ્ટાર્સના મોદી સાથે સેલ્ફી ન લેવા પર ઉઠ્યા સવાલ

PM મોદી સાથે બૉલીવુડ સ્ટાર્સ

PM મોદી સાથે બૉલીવુડ સ્ટાર્સ


બૉલીવુડનાં સ્ટાર્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લીધેલી સેલ્ફી પર ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમે સવાલ ઉભા કર્યા છે. બૉલીવુડની જેમ સાઉથની ઇન્ડસ્ટ્રીના ઍક્ટર્સ સાથે નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી ત્યારે તેમના મોબાઈલ લઈ લેવામાં આવ્યાં હતાં. તેમનું કહેવું છે કે મહાત્મા ગાંધીનાં આદર્શોને ફિલ્મોમાં ઉતારવાનાં ઉદ્દેશ સાથે યોજવામાં આવેલી આ મીટિંગમાં આવનારા લોકો પાસે તેમનાં મોબાઈલ લઈ લેવામાં આવ્યાં હતાં. તો પછી બૉલીવુડ સેલિબ્રિટીઝે મોબાઈલમાં કઈ રીતે સેલ્ફિ લીધી હતી. તેમની સાથે ભેદભાવ થયો હોવાની લાગણી વ્યક્ત કરતાં આ પ્રકરણ પર ફૅસબુક પર એસ. પી. બાલાસુબ્રમણ્યમે લખ્યું હતું કે ‘હું રામોજી રાવજીનો ખૂબ આભાર માનું છું કે તેમનાં કારણે જ મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનાં ઘરે યોજવામાં આવેલી આ ઇવેન્ટમાં સામેલ થવાની તક મળી હતી.

આ પણ વાંચો : વર્તમાનમાં પ્રેમનો ખરો અર્થ ખોવાઈ ગયો છે : રકુલ પ્રિત સિંહ



તેમનાં ઘરના પ્રિમાઇસીસમાં પ્રવેશ કરતાની સાથે જ અમારે અમારા સેલ ફોન્સ સિક્યોરિટી ગાર્ડ પાસે રાખવાની ફરજ પાડવામાં આવી હતી. એના માટે અમને ટૉકન પણ આપવામાં આવ્યા હતાં. જોકે મને આશ્ચર્ય એ વાતનું છે કે બૉલીવુડ સેલિબ્રિટીઝ વડા પ્રધાન સાથે સેલ્ફી કઈ રીતે લઈ શક્યા હતાં. આ બાબતે મને વિચારતા કરી મુક્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 02:09 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK