Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે દીપિકાની બૉલિંગ પર રણવીર સિંહે માર્યો શૉટ, જુઓ વીડિયો

જ્યારે દીપિકાની બૉલિંગ પર રણવીર સિંહે માર્યો શૉટ, જુઓ વીડિયો

08 October, 2019 11:52 AM IST | મુંબઈ

જ્યારે દીપિકાની બૉલિંગ પર રણવીર સિંહે માર્યો શૉટ, જુઓ વીડિયો

દીપિકા અને રણવીર

દીપિકા અને રણવીર


બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહ પોતાના લુક્સ અને તસવીરો માટે સુર્ખિયોમાં રહે છે. બંને લગ્ન બાદ પહેલી વાર કોઈ ફિલ્મમાં નજર આવવાના છે. જેનું નામ 83 છે. ક્રિકેટ વર્લ્ડ કપ 1983 પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને સોમવારે રેપ અપ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન દીપિકા અને રણવીર ક્રિકેટ રમતા નજર આવ્યા.

તમે પણ હેરાન થઈ જશો કે છેલ્લી પાર્ટીમાં ક્રિકેટ કેમ રીતે રમી શકાય. હતું એવું કે, પાર્ટીમાં 83ના પ્રમોશન માટે એક આર્ટિફિશયલ ક્રિકેટ પિચ બનાવવામાં આવી હતી, જ્યાં દીપિકા અને રણવીર પહોંચ્યા. બંનેએ બેટ અને બૉલ વગર માત્ર એક્ટિંગ કરીને ક્રિકેટ રમ્યું. દીપિકાએ હાથ ઘુમાવીને બૉલ ફેંકવાની એક્ટિંગ કરી અને રણવીરે શૉટ મારવાની એક્ટિંગ કરી. તે બાદ તમામે એવા એક્સપ્રેશ આપ્યા, જાણે રણવીર સિંહે છગ્ગો માર્યો હોય. જુઓ આ વીડિયો...

 
 
 
View this post on Instagram

#ranveersingh and #deepikapadukone arrive for #83rd wrap party tonight #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 7, 2019 at 10:47am PDT




આ દરમિયાન રણવીરે વાઈટ ટીશર્ટ પહેર્યું હતું. દીપિકાએ વાઈટ ટૉપ પહેર્યું હતું. બંનેની જોડી ખૂબ જ સારી લાગી રહી હતી અને બંનેની કેમેસ્ટ્રી પણ જોવા લાયક હતી. આ દરમિયાન દીપિકા અને રણવીરે ક્રિકેટ રમતા સમયે ખૂબ જ મસ્તી પણ કરી અને ફોટોસ પણ ક્લિક કરાવી.


આ પણ જુઓઃ Dussehra 2019: મળો પડદા પરના એ રાવણને, જેમણે જીત્યા લોકોના દિલ

જણાવી દઈએ કે ફિલ્મ 83માં દીપિકા અને રણવીર પતિ-પત્નીના લૂકમાં નજર આવશે. ફિલ્મમાં રણવીર 1983 વર્લ્ડ કપ સમયના ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવાનો કિરદાર નિભાવી રહ્યા છે, જ્યારે દીપિકા તેમની પત્નીના કિરદારમાં છે. જણાવી દઈએ કે લંડનના લૉર્ડ્સ મેદાનમાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. કબીર સિંહ નિર્દેશિત આ ફિલ્મમાં બોમન ઈરાની પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 11:52 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK