મિર્ચી, સમોસાં અને ઢીંગલી પરથી ગીત ગાઈ શકશો ખરાં?

Published: 20th March, 2020 15:05 IST | Rashmin Shah | Rajkot

આવું મનીષ પૉલે ઝી સિને એવોર્ડ્સમાં કહ્યું અને સિંગર્સે મનીષની ચૅલેન્જ ઉપાડી લીધી

કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ
કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ

ઝી સિને એવોર્ડ્સમાં એન્કરિંગ કરનારા મનીષ પૉલના ફની એન્કરિંગન વાત કરીએ તો મનીષે એવોર્ડ ફંકશન દરમ્યાન ત્યાં હાજર રહેલાં સિંગર્સ અને એક્ટરો માટે એક ચેલેન્જ અનાઉન્સ કરી હતી અને એ ચેલેન્જ મુજબ તે જે કોઈ પ્રોપર્ટી એક્ટર-સિંગરને આપે, એ પ્રોપર્ટી પરથી તેમણે ગીત ગાવાનું હતું. હા પાડવી કે ના પાડવી એવો તો પ્રશ્ન હતો જ નહીં કારણ કે આ ચેલેન્જ સ્ક્રિપ્ટમાં ક્યાંય સમાવવામાં નહોતી આવી એટલે કોઈને ખબર જ નહોતી કે મનીષ આવી મસ્તી કરી શકે છે. મનીષે જે પ્રોપર્ટી ભેગી કરી હતી એ પણ ગજબનાક હતી. મિર્ચી, સમોસાં, ઢીંગલી, સ્ટીલનો જગ જેવી અનેક વરાઇટી હતી અને એ વરાઇટીના કારણે જે કોઈ ગોટાળાઓ ઉભા થયા અને મનીષને જવાબના બદલામાં જે કોઈ ગીતો સાંભળવા મળ્યા એ પણ ગજબનાક હતાં. મનીષ પૉલે કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ જેવા સિંગરોની સાથે ગોવિંદા જેવા એક્ટરને પણ આ ચેલેન્જમાં સામેલ કર્યા હતાં. મનીષ કહે છે, ‘જો સાચું ફન જોઈતું હોય તો સ્ક્રિપ્ટની બહાર જવું પડે અને અમે પણ એ જ કર્યુ. જેને લીધે એવી સિચ્યુએશન ઊભી થઈ કે આખા શૉનો સૌથી એન્ટરટેઇનિંગ પાર્ટ એ બની ગયો.’

ઝી સિને એવોર્ડ‍‍્સ ૨૮મી માર્ચ અને શનિવારે સાંજે સાડા સાત વાગ્યે ઝી ટીવી અને ઝી સિનેમા પર ટેલિકાસ્ટ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK