Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે કેટરીના પર જ રોકાઈ ગઈ સલમાન ખાનની નજર

જ્યારે કેટરીના પર જ રોકાઈ ગઈ સલમાન ખાનની નજર

01 June, 2019 07:03 PM IST | મુંબઈ

જ્યારે કેટરીના પર જ રોકાઈ ગઈ સલમાન ખાનની નજર

કેટરિના પરથી નથી હટી રહી સલમાનની નજર

કેટરિના પરથી નથી હટી રહી સલમાનની નજર


બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને કેટરીના કૈફ જલ્દી જ મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. ઈદના મોકા પર બંનેની ફિલ્મ ઈદ પર રીલિઝ થઈ રહી છે. દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યાં જ સલમાન અને કેટરીના પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈ જ કમી નથી રાખી રહ્યા. સોશિયલ મીડિયા પર પણ દરેક જગ્યાએ સલમાન અને કેટરીના છવાયેલા છે.




જો તમે ધ્યાનથી જોયું હોય તો કેટરીના મોટાભાગે ભારતના પ્રમોશન દરમિયાન સાડીમાં જોવા મળે છે. કેટરીનાની આ સાડીઓની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. અને થાય પણ કેમ નહીં, કેટરીના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેટરીનાની આ સાડીઓ પર સલમાન ખાન પણ ફીદા થઈ રહ્યા છે.સલમાને પોતાના ટ્વિટ્ટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.


આ પણ વાંચોઃ જૂન મહિનો રહેશે ધમાકેદાર, રિલીઝ થશે આ 5 ફિલ્મ

સલમાને જે ફોટો શેર કરી તેમાં તે કેટરિના સાથે નજર આવી રહ્યા છે. બંને ક્યાંક સીડી પર ઉભેલા છે. સલમાન ખાન કેટરીનાને પ્રેમથી જોઈ રહ્યા છે. લાગે છે કે સલમાન કેટરીના પરથી નજર જ નથી હટાવી શકતા. ભાઈજાને ફોટો શેર કરતા લખ્યું છેકે સીઢી, સાડી, લડકી #Bharat #Promotions. એટલે કે આ તસવીર તેમની ફિલ્મ ભારતના પ્રમોશન સમયની છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 07:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK