લાલ કપ્તાનમાં સૈફ અલી ખાનના મેકઅપે જીત્યું દિલ, જુઓ આવો છે તેનો લૂક

Published: Oct 08, 2019, 10:36 IST | મુંબઈ

લાલ કપ્તાનમાં સૈફ અલી ખાનનો લૂક અને તેનો મેકઅપ સૌનું દિલ જીતી રહ્યો છે. જુઓ કેવા છે તેનો લૂક.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમાં તેના ચાહકો અને અન્ય દર્શકોને તેમનો લૂક ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો ટ્રેલર 3ને પણ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં સૈફના ડિફરન્ટ ગેટઅપની પણ ચર્ચા છે અને તેના કારણે ફિલ્મના પોસ્ટર્સને પણ સારી પ્રતિક્રિયા મળી રહી છે. ત્યાં જ આ નાગા સાધુના ગેટઅપ માટે સૈફ ઘણી મહેનત પણ કરી રહ્યા છે.

સોમવારે સૈફ અલી ખાનના રાવણ વાળા પોસ્ટર બાદ તેમનો વધુ એક ફોટો સામે આવ્યો છે. આ ફોટો એ સમયનો છે જ્યારે તેઓ પોતાના લૂક માટે તૈયાર થઈ રહ્યા હતા. ફોટોમાં તેમનો ખતરનાક લૂક જોવા મળી રહ્યો છે અને ચહેરા પર ઘા ના નિશાન પણ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનના અનેક ફાઈટિંગ એક્શન સીન પણ છે, જેના માટે સૈફને તૈયાર કરવામાં આવી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

Few stills of Saif from Laal Kaptaan while getting ready for his character. #saifalikhan 🔥🔥🔥🔥 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 7, 2019 at 9:54am PDT


ફોટોમાં સૈફનો લૂક લડાઈ બાદનો લાગી રહ્યો છે. ઘાના નિશાન સાથે તેમની એક આંખ બંધ છે, જે જણાવી રહી છે કે તેમની આંખમાં પણ વાગ્યું છે. સાથે જ વધેલી દાઢી અને વાળ સાથેનો આ લૂક દર્શકોને ફિલ્મ જોવા માટે પ્રેરિત કરી શકે છે. સૈફના આ મેકઅપની ઘણી પ્રશંસા થઈ રહી છે.

વિરલ ભાયાણીએ શેર કરેલી આ તસવીરને લોકો સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. આ પહેલા જે પોસ્ટર આવ્યું હતું તેમાં સૈફને દસ માથાવાળા રાવણના રૂપમાં બતાવવામાં આવી રહ્યો હતો. જેમાં તે ખૂંખાર લાગી રહ્યો હતો. તેના દરેક માથાના હાવભાવ અલગ અલગ હતા.

આ પણ જુઓઃ હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો

જણાવી દઈએ કે ફિલ્મ 18 ઑક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. જેને નવદીપ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં સૈફની સાથે માનવ વિજ, ઝોયા હુસૈન અને દીપક ડોબરિયાલ પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK