સલમાન ખાનની 29 વર્ષ જૂની હીરોઈન આજે પણ છે એટલી જ ગ્લેમરસ, જુઓ તસવીરો અને વીડિયો

Published: Jul 05, 2019, 19:09 IST | મુંબઈ

સલમાન ખાનની 29 વર્ષ જૂની હીરોઈન આજે પણ એટલી જ ગ્લેમરસ લાગે છે. તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.

ભાગ્યશ્રી આ ઉંમરે પણ લાગે છે એટલી જ ખૂબસૂરત
ભાગ્યશ્રી આ ઉંમરે પણ લાગે છે એટલી જ ખૂબસૂરત

અભિનેત્રી ભાગ્યશ્રી લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. આજે પણ જ્યારે તેમનો ઉલ્લેખ થાય છે ત્યારે મૈને પ્યાર કિયાની પણ હિરોઈનના રૂપમાં યાદ કરવામાં આવે છે. સૂરજ બડજાત્યા નિર્દેશિત ફિલ્મ મૈને પ્યાર કિયામાં સલમાન ખાન (Salman Khan) અને ભાગ્યશ્રી (Bhagyashree)ની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ભાગ્યશ્રી સમાચારોથી દૂર રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ છે. પોતાની ફિટનેસ સાથે જોડાયેલા વીડિયો અને ફોટો તેમના ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને તેના ગ્લેમરસ લૂક મેળવવા માટે તેમને ફૉલો પણ કરે છે.


49 વર્ષની ઉંમરમાં ભાગ્યશ્રી બોલીવુડની અનેક ખૂબસૂરત અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેમનો વીડિયો એ વાતનો પુરાવો છે કે તે પોતાની ફિટનેસ લઈને ખૂબ જ સજાગ છે અને બીજાને ફિટ રહેવા માટે સતત પ્રેરણા આપે છે.


ભાગ્યશ્રી સતત ફિટનેસ સાથે જોડાયેલા વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ વીડિયોને તેના ચાહકો ખાસ પસંદ કરે છે.

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ ભાગ્યશ્રી તમામ ગેટઅપમાં સારી લાગે છે.

 
 
 
View this post on Instagram

Contemplating..... "Pav zameen par rakhu kya...😉" #mykindofday #feelings #me

A post shared by Bhagyashree (@bhagyashree.online) onJun 18, 2019 at 6:33am PDT


તેમની તસવીરો એ વાતનો પુરાવો છે કે તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. અને આ જ તેની ખૂબસૂરતીનો પણ રાઝ છે.

 
 
 
View this post on Instagram

The attitude determines the direction.😉 #attituesday #makeithappen #justdoit

A post shared by Bhagyashree (@bhagyashree.online) onJun 4, 2019 at 6:31am PDT


વર્ષ 1989માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયા માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ ફીમેલનો અવૉર્ડ જીતનાર ભાગ્યશ્રીએ 1990માં હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા હતા. હવે ભાગ્યશ્રી પોતાના પરિવારને પ્રાથમિકતા આપી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK