ભૂમિએ બતાવી પતિ પત્ની ઔર વોમાં તેના કિરદારની ઝલક, 'વેદિકા' છે નામ

Published: Aug 26, 2019, 15:46 IST | મુંબઈ

ભૂમિ પેડનેકરે પોતાની આગામી ફિલ્મ પતિ પત્ની ઔર વોના તેના કિરદારની એક ઝલક શેર કરી છે. ફિલ્મમાં તેના કિરદારનું નામ વેદિકા છે.

આવો હશે 'પતિ, પત્ની ઔર વો'માં ભૂમિ પેડનેકરનો લૂક
આવો હશે 'પતિ, પત્ની ઔર વો'માં ભૂમિ પેડનેકરનો લૂક

હાલ પતિ પત્ની ઔર વોના શૂટિંગમાં ભૂમિ પેડનેકર વ્યક્ત છે. તે બે મહિનાથી લખનઊમાં શૂટિંગ કરી રહી છે. તેની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પણ છે. ભૂમિએ હવે તેના કિરકારનો પરિચર કરાવ્યો છે. તેમના કિરદારનું નામ વેદિકા છે. આ લૂકમાં તેણે પોતાનો ચહેરો નથી બચાવ્યો પરંતુ એક અલગ અંદાજમાં ફોટો પોસ્ટ કરીને લખ્યું છે, 'આ યુવતી ચક્કાજામ કરાવી દે.'

 
 
 
View this post on Instagram

ये लड़की चक्का जाम करवा दे - Vedika #PatiPatniAurWoh

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) onAug 25, 2019 at 9:56pm PDT


હાલમાં જ અભિનેત્રી ત્યારે ખબરોમાં આવ્યું હતું ત્યારે તેમનું નામ જેકી ભગનાની સાથે જોડવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે બંને કેટલીક વાતોને છુપાવીને રાખવા માંગે છે. આ પહેલા ગયા મહિને તેણે પોતાનો બર્થ ડે પણ લખનઊમાં જ મનાવ્યો હતો. ભૂમિને પોતાના બર્થ ડે પર એક જ જરૂરી સીન શૂટ કરવાનો હતો એટલે પરિવાર જ લખનઊ આવી ગયો હતો. ભૂમિની માતા અને બહેને શૂટ બાદ એક્ટ્રેસ સાથે ડિનર કર્યું. ભૂમિ પોતાના પરિવારથી લગભગ બે મહિનાથી દૂર છે.

પતિ, પત્નીઓ વોમાં ભૂમિ એક કૂલ શહેરની છોકરીનો રોલ કરી રહી છે. ભૂમિનું માનવું છે કે આ કિરદાર તેના અસલી જીવનની જેવું જ છે. ભૂમિએ આ ફિલ્મ વિશે કહ્યું કે, ખૂબ જ મજેદાર કહાની છે. આ મારા માટે ખૂબ જ અલગ છે. કારણ કે મે હજી સુધી લવ ટ્રાયેંગલ નથી કર્યું. હું જે કિરદાર નિભાવી રહ્યું છે કે આ મે અત્યાર સુધી નિભાવેલા કેરેક્ટરથી બિલકુલ અલગ છે.

આ પણ જુઓઃ PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

ભૂમિ કહે છે કે, મે મારી તમામ ફિલ્મોમાં આત્મવિશ્વાસથી ભરેલી યુવતીની ભૂમિકા નિભાવી છે, પરંતુ આ અલગ છે. આમાં હું એક સુપર કૉન્ફિડેન્ટ યુવતીની ભૂમિકામાં છું. મારા અન્ય તમામ કેરેક્ટર્સ મજબૂત અને સશક્ત હતા પરંતુ એ તમામ એક ખૂબ જ વાસ્તવિક દુનિયાના સામાન્ય લોકો હતા, અહીં એવું નથી. આ ફિલ્મમાં મારા કેરેક્ટરને જાણવા માટે તમારે તેને જોવું પડશે. તે મજેદાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK