જોઈ લો કપિલ દેવ બનેલા રણવીરનો નટરાજપોઝ

Published: Nov 11, 2019, 13:02 IST | Mumbai

હાલમાં જ રણવીરનું એક પોસ્ટર રિલીઝ થયું છે જેમાં તે કપિલ દેવના ફૅમસ પોઝ ‘નટરાજ’માં જોવા મળી રહ્યો છે. ૧૯૮૩માં ટુનબ્રિજ વેલ્સમાં ઝિમ્બાબ્વેની સામે કપિલ દેવે ૧૭૫ રન કર્યાં હતાં. આ એજ મૅચનો પોઝ છે, જેમાં રણવીર જોવા મળી રહ્યો છે.

રણવીર સિંહ
રણવીર સિંહ

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘૮૩’નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ૧૯૮૩માં ભારતે જીતેલા વર્લ્ડ કપ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે જેમાં કપિલ દેવનું પાત્ર રણવીરે ભજવ્યું છે. હાલમાં જ રણવીરનું એક પોસ્ટર રિલીઝ થયું છે જેમાં તે કપિલ દેવના ફૅમસ પોઝ ‘નટરાજ’માં જોવા મળી રહ્યો છે. ૧૯૮૩માં ટુનબ્રિજ વેલ્સમાં ઝિમ્બાબ્વેની સામે કપિલ દેવે ૧૭૫ રન કર્યાં હતાં. આ એજ મૅચનો પોઝ છે, જેમાં રણવીર જોવા મળી રહ્યો છે.
ઝિમ્બાબ્વે સામેની આ મૅચ ઇતિહાસની યાદગાર મૅચમાની એક છે. આ મૅચનના એક પણ ફૂટેજ ઉપલબ્ધ નથી. આ ફિલ્મ માટે રણવીરે ખૂબ જ મહેનત કરી છે. કપિલ દેવ જેવા દેખાવવાની સાથે રણવીરે તેમની બેટિંગ અને બોલિંગ બન્ને પર ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ફાઇનલ મૅચને વધુ મહત્ત્વ આપવામાં આવશે કારણ કે આ મૅચ બાદ દુનિયાભરમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમે દેશનું નામ રોશન કર્યું હતું. આ ફિલ્મને ૨૦૨૦ની દસ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK