Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહ રૂખ ખાન અને ગૌરી ખાનના 'મન્નત'ની અંદરનો નજારો, જુઓ ફોટોઝ

શાહ રૂખ ખાન અને ગૌરી ખાનના 'મન્નત'ની અંદરનો નજારો, જુઓ ફોટોઝ

06 August, 2019 04:16 PM IST |

શાહ રૂખ ખાન અને ગૌરી ખાનના 'મન્નત'ની અંદરનો નજારો, જુઓ ફોટોઝ

શાહ રૂખ ખાન અને ગૌરી ખાનના 'મન્નત'ની અંદરનો નજારો, જુઓ ફોટોઝ


બોલીવુડના કિંગ ખાન શાહ રૂખ ખાનનો મન્નત બંગલો જોવા માટે આજે પણ લોકો ભીડ લગાવતા હોય છે. ત્યારે અમે તમને આ મન્નત બંગલાની અંદરની દુનિયાથી વાકેફ કરાવીશું. કિંગ ખાન શાહ રૂખ ખાનની પત્ની ઈન્ટીરિઅર ડિઝાઈનર છે અને તેમને પોતાના બંગલો મન્નતને પણ પોતાની પસંદ અનુસાર સજાવ્યો છે. હાલમાં જ કિંગ ખાન અને ગૌરી ખાનના ઘરની અંદરની તસવીરો વાયરલ થઈ છે. ફેમસ મેગેઝીન વોગમાં આ ફોટોઝ ગૌરી ખાન સાથેના ઈન્ટરવ્યૂ સાથે દર્શાવવામાં આવી છે. વોગ દ્વારા હાલમાં જ રિલીઝ કરાયેલા ઈસ્યૂમાં ગૌરી ખાનના મન્નતની અંદરના ફોટોશૂટના ફોટોઝ જાહેર કરવામાં આવ્યાં છે.




આ ફોટોમાં ગૌરી ખાન તેના ઘરની અંદરના અલગ અલગ જોવા મળી. વોગએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોઝ શૅર કર્યા હતા. એક ફોટોઝમાં ગૌરી આન પેપ્લમ બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે. મિડ-ડે અનુસાર આ ફોટોઝ મન્નતની બાલ્કનીમાં લેવામાં આવી છે. મન્નતની બાલ્કનીને ફૂલોથી શણગારવામાં આવી છે. ગૌરીનું માનવું છે કે, ફૂલોના કારણે લોકોને પોઝીટીવ એનર્જી મળે છે.


ગૌરી ખાન તેના વોર્ડ રોબ પર ખાસ ધ્યાન આપે છે. સોશિયલ મીડિયા પર વોગે ગૌરી ખાનનો તેના વોર્ડ રોબ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. વોગ સાથેના ઈન્ટરવ્યૂમાં ગૌરી ખાને કહ્યું હતું કે, તેમને વસ્તુઓ સ્ટોર કરવી ગમે છે અને મન્નતમાં જેટલી વસ્તુઓ ભેગી કરવામાં આવી છે તેને મેળવવા માટે વર્ષો લાગ્યાં છે. વોગ પછી શાહ રૂખ ખાને પણ ગૌરી ખાનનો એક ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, સુંદર ઘર સુંદર લોકો દ્વારા જ બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: મલ્હારની ડ્રીમ ગર્લ પરીણિતી હવે હોલીવુડની હિન્દી રીમેકમાં જોવા મળશે

મન્નત વિશે વાત કરતા ગૌરી ખાને કહ્યું હતું કે, અમારા ઘરમાં કોઈ નિયમ નથી. જમવાથી લઈને બેઝીક અન્ય વસ્તુઓ માટે કોઈ નિયમો બનાવ્યા નથી. મારા બાળકો સ્કૂલથી આવે છે ત્યારે હું હંમેશા ઘરે રહું છું. મારૂ તેમની સાથે હાજર રહેવું જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2019 04:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK