Dream Girlનું બીજા ગીતને જોઈને તમારા દિલમાં વાગશે માંડશે ઘંટડી

મુંબઈ | Aug 20, 2019, 14:18 IST

ડ્રીમ ગર્લનું બીજું ગીત દિલ કા ટેલિફોન રીલિઝ થયું છે. જેમાં આયુષ્માનને જોઈને તમારા દિલની ઘંટડી વાગવા માંડશે.

Dream Girlનું બીજા ગીતને જોઈને તમારા દિલમાં વાગશે માંડશે ઘંટડી
Dream Girlનું બીજા ગીતને જોઈને તમારા દિલમાં વાગશે માંડશે ઘંટડી

નેશનલ અવૉર્ડ વિનર એક્ટર આયુષ્માન ખુરાના પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લને લઈને ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરે લોકોને પાગલ કરી દીધા છે. હવે લોકો ફિલ્મની રિલીઝનો બેસબ્રીથી ઈંતઝાર છે. ટ્રેલર સિવાય ફિલ્મના બે ગીતો પણ રિલીઝ કરવામાં આવ્યું છે. 15 ઑગસ્ટે રાધે રાધે ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આજે હવે બીજુ ગીત દિલ કા ટેલિફોન રિલીઝ કરવામાં આવ્યું છે.

દિલ કા ટેલિફોન ગીતમાં આયુષ્માન પૂજા બનીને તમામ લોકોને રિઝાવી રહ્યા છે. ગીતનું મ્યુઝિક અને બોલ એટલા મજેદાર છે કે જોતા જોતા તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે અને તમારું ડાન્સ કરવાની મન થશે. આ ગીતના મીત બ્રધર્સે કમ્પોઝ કર્યું છે અને જોનિતા ગાંધીએ અવાજ આપ્યો છે.

આ પણ જુઓઃ બર્થ ડે સ્પેશિયલઃ જાણો કેમ સ્નેહલતા છે નરેશ કનોડિયાના ફેવરિટ હિરોઈન!

એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી ડ્રીમ ગર્લ રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. ડેક્કન ક્રોનિકલની એક રિપોર્ટ અનુસાર, જ્યારે એકતાને પૂછવામાં આવ્યું કે તેમણે આયુષ્માન ખુરાનાને ફિલ્મ માટે કેમ પસંદ કર્યા. એક્તાએ જવાબ આપતા કહ્યું કે, 'જ્યારે રાજ શાંડિલ્યએ મને સ્ક્રિપ્ટ સંભળાવી તો હું પ્રભાવિત થઈ. હું એક માત્ર એક્ટરને ઓળખતી હતી જે અવાજ સાથે મોડ્યુલેશન કરી શકે અને આ કઠીન કેરેક્ટરને નિભાવી શકે છે તે અને આયુષ્માન છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK