ગેમ ઓફ થ્રોન્સ સિઝન 8નો બીજો એપિસોડ લીક, મેકર્સને લાગ્યો મોટો ઝટકો

Published: Apr 22, 2019, 16:48 IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

ગેમ ઓફ થ્રોન્સ સિઝન 8નો બીજો એપિસોડ લીક થયો છે. જેના કારણે મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે.

ગેમ ઓફ થ્રોન્સનો બીજો એપિસોડ લીક
ગેમ ઓફ થ્રોન્સનો બીજો એપિસોડ લીક

દુનિયાની સૌથી વધુ જોવામાં આવનાર ટીવી સીરિઝ ગેમ ઓફ થ્રોન્સનો બીજો એપિસોડ ઓન એર થતા પહેલા જ લીક થઈ ગયો છે. જેનાથી મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા પણ આ ટીવી સીરિઝનો પહેલો એપિસોડ રીલિઝ થતા પહેલા જ લીક થઈ ગયો હતો.

ગયા અઠવાડિયે જ શરૂ થઈ છે ફાઈનલ સીઝન
ગેમ ઓફ થ્રોન્સ સીરિઝની આઠમી સીઝન ગયા અઠવાડિયાથી જ શરૂ થઈ છે. આ સીરિઝની ફાઈનલ સીઝન છે. ગયા રવિવારે તેના પહેલો એપિસોડ લીક થઈ ગયો હતો. જેનાથી શોના મેકર્સ અને તેની રાહ જોઈ રહેલા દર્શકોને મોટો ઝટકો લાગ્યો હતો. અને હવે બીજો એપિસોડ પણ લીક થઈ ગયો છે. અહેવાલો પ્રમાણે રવિવારે ગેમ ઓફ થ્રોન્સના સીઝન 8નો બીજો એપિસોડ HBO પર ઓન એર થવાનો હતો પરંતુ તેના બે કલાક પહેલા જ તે એપિસોડ લીક થઈ ગયો.


બ્લાદિમિર નામના ટ્વિટ્ટર અકાઉંટમાંથી લખેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે એપિસોડ લીક થઈ ચુક્યો છે. આ પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે એપિસોડ એમેઝોન પ્રાઈમ જર્મની પર લીક થયો. આ અકાઉંટના માધ્યમથી સ્ક્રીન શૉટ પણ શેર કરવામાં આવ્યો છે.


આ પહેલા અમેરિકા અને યૂનાઈટેડ કિંગડમમાં પણ ગેમ ઓફ થ્રોન્સ ફાઈનલ સીઝનનો પહેલો એપિસોડ લીક થયો હતો. જેના કારણે મેકર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ Game of Thrones season 8નો પહલો એપિસોડ ભારત, અમેરિકા અને યૂકેમાં પણ લીક

ગેમ ઓફ થ્રોન્સ અમેરિકન લેખક જ્યૉર્જ આર આર માર્ટિનની બુક પર આધારિત કાલ્પનિક ટીવી સીરીઝ છે. આ બુકનું નામ અ સૉંગ ઑફ આઈસ એંડ ફાયર છે. આ સીરીઝના અત્યાર સુધી સાત સીઝન ટીવી પર આવી ચુક્યા છે. ગયા અઠવાડિયે તેની છેલ્લી સીઝન શરૂ થઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK